Mirzapur ને લઇને મોટી અપડેટ, સ્ટાર કાસ્ટમાં નવો ચહેરો ઉમેરાયો
- મિર્ઝાપુર ફિલ્મને લઇને મોટી અપડેટ સામે આવી છે
- બોલીવુડ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી
- મોટી તક આપવા બદલ મિર્ઝાપુરની ટીમનો આભાર વ્યક્ત કર્યો
New Actress Added To Mirzapur The Film : મિર્ઝાપુર (Mirzapur) કરોડો દર્શકોની પસંદગીની ઓટીટી સીઝન (OTT Season) ટોચનું સ્થાન ધરાવે છે, જેની આગામી સીઝનની દર્શકો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીઝનની સફળતાને કારણે, તેના પર આધારિત એક ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે, જેનું નામ છે "મિર્ઝાપુર: ધ ફિલ્મ." (New Actress Added To Mirzapur The Film). આ સીઝનને પસંદ કરતા ચાહકો ફિલ્મ સાથે સંબંધિત દરેક અપડેટ પર આતુરતાથી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મના કલાકારો વિશે એક મોટી અપડેટ આવી છે, જેમાં ખુલાસો થયો છે નવી અભિનેત્રી મિર્ઝાપુરની કાસ્ટમાં જોડાઈ છે.
View this post on Instagram
ઇમરાન હાશ્મી જોડે ઓન સ્કીન રોમાન્સ
અલી ફઝલ અને પંકજ ત્રિપાઠી "મિર્ઝાપુર" માં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિ સીઝનની આગામી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વધુમાં, મિર્ઝાપુર પર આધારિત એક ફિલ્મ પણ બની રહી છે, જેમાં એક ગ્લેમરસ એક્ટ્રેસ કાસ્ટમાં જોડાઈ ચૂકી છે. આ અભિનેત્રીએ ઇમરાન હાશ્મી (Actress Against Imran Hashmi) સાથે સ્ક્રીન પર રોમાન્સ પણ કર્યો છે.
કરિયરનો મોટો બ્રેક સાહિત થઇ શકે છે
ફિલ્મ "જન્નત" માં ઇમરાન હાશ્મીની સાથે ભૂમિકા માટે જાણીતી લોકપ્રિય અભિનેત્રી સોનલ ચૌહાણને, "મિર્ઝાપુર: ધ ફિલ્મ" (Actress Sonal Chauhan Added To Mirzapur The Film) ની સ્ટાર કાસ્ટમાં ઉમેરવામાં આવી છે. નિર્માતાઓએ પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી, અને સોનલે એક ખાસ નોંધ શેર કરીને જવાબ આપ્યો હતો. તેણીએ તાજેતરમાં ફિલ્મ આદિપુરુષમાં પણ કામ કર્યું છે. હવે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તેના કરિયરમાં એક મોટો બ્રેક સાબિત થઈ શકે છે.
તક આપવા બદલ આભાર
સોનલે (Actress Sonal Chauhan Added To Mirzapur The Film) પોતાની પોસ્ટમાં મિર્ઝાપુરના દિગ્દર્શકનો આભાર વ્યક્ત કરતા લખ્યું, "ઓમ નમઃ શિવાય ! હું વિશ્વાસ કરી શકતી નથી. મને આખરે આવી અદ્ભુત અને બદલાવકારી સફરનો ભાગ બનવાની તક મળી છે. હું 'મિર્ઝાપુર: ધ ફિલ્મ'નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, તમે અમને ફિલ્મી પરદે જોશો અને જણાવશો કે, અમે કેવું કામ કર્યું છે. અભિનેત્રીએ ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને દિગ્દર્શક ગુરમીત સિંહનો આ તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો ----- કરણ જોહરના ધર્મા પ્રોડક્શનથી ડેબ્યૂ કરશે ભુવન બામ, સંપત્તિ જાણીને ઉડી જશે હોંશ


