Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP MLA દિનેશ કુશવાહને મત વિસ્તાર બાપુનગરથી ગાંધીનગર સુધી ભારતની સૌથી લાંબો ભૂર્ગભ રોડ બનાવો છે

MLA Dinesh R Kushwaha એ કરેલી માગને લઈને તેઓ હાંસીનું પાત્ર બની ગયા છે. પત્રના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં માત્રને માત્ર ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહની જ ચર્ચા થઈ રહી છે.
bjp mla દિનેશ કુશવાહને મત વિસ્તાર બાપુનગરથી ગાંધીનગર સુધી ભારતની સૌથી લાંબો ભૂર્ગભ રોડ બનાવો છે
Advertisement

અમદાવાદના કરોડપતિ ધારાસભ્ય દિનેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહે CMને લખેલો પત્ર વાયરલ થતાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને Bapunagar BJP MLA દિનેશસિંહ કુશવાહે લખેલા પત્રમાં વિકાસની વાહવાહી સાથે એક વિચિત્ર માગ કરી છે. ટ્રાફિકથી ત્રસ્ત નાગરિકોને બાપુનગરથી ગાંધીનગર જવામાં માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને તેની સમસ્યાના સમાધાન માટે ભૂર્ગભ ટનલ (Underground Tunnel) બનાવવાની ધારાસભ્યએ માગ કરી છે. એમએલએ Dinesh R Kushwaha એ કરેલી માગને લઈને તેઓ હાંસીનું પાત્ર બની ગયા છે. પત્રના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં માત્રને માત્ર ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહની જ ચર્ચા થઈ રહી છે.

BJP MLA કુશવાહે પત્રમાં મુખ્યમંત્રીને શું લખ્યું ?

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવી પ્રથમ વખત એમએલએ બનેલા દિનેશ કુશવાહ કરોડપતિ છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનારા દિનેશસિંહ કુશવાહે મુખ્યમંત્રીને ગત ફેબ્રુઆરી મહિનામાં એક પત્ર લખ્યો હતો. જે પત્રમાં તેમણે પૂર્વ અમદાવાદના નાગરિકોને ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાત તરફ જવામાં નડતી ટ્રાફિકની સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન મોદીના સ્વપ્નસમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project), કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, મેટ્રો ટ્રેન સહિતના વિકાસ કાર્યોની સાથે ટ્રાફિકના જટિલ પ્રશ્નને ટાંકીને ભૂર્ગભ ટનલ રોડની માગ કરી છે. અનેક માનવ કલાકો અને ઇંધણનો બગાડ અટકાવવા ત્રિકમલાલ ચોકઠા ચામુંડા બ્રિજ અથવા આસપાસના વિસ્તારમાંથી ગાંધીનગર સુધીની ભૂર્ગભ ટનલ (લગભગ વીસેક કિલોમીટર) બનાવવાનું ઝડપી આયોજન કરવા રજૂઆત કરી છે. અત્રે નોંધનીય છે કે, દેશની સૌથી લાંબો ટનલ રોડ અટલ ટનલ રોહતાંગ (Atal Tunnel Rohtang) ની લંબાઈ 9.02 કિમી છે.

Advertisement

અગાઉ પણ વિવાદ/ચર્ચામાં આવી ચૂક્યા છે બીજેપી એમએલએ

કૉંગેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલને હરાવીને બાપુનગરની બેઠક મેળવનારા ભાજપના એમએલએ Dineshsinh R Kushwaha અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યાં છે. વર્ષ 2023ના અંતમાં યોજાયેલા મુસ્લિમોના ધાર્મિક સંમેલનમાં જાહેરમંચ પરથી અલ્લાહુ અકબરના નારા લગાવી તેમજ ભાષણની શરૂઆતમાં "અસ્સલામો અલયકુમ" બોલીને દિનેશસિંહ વિવાદમાં આવ્યા હતા. "હું વચન આપું છું કે તમે જે જવાબદારી આપી તેને હું નિભાવીશ" તેમ કહીને સ્ટેજ પર દિનેશસિંહ મૌલાનાના પગમાં પડ્યા હતા. દિનેશ કુશવાહે આ સંમેલનમાં કહ્યું હતું કે, હું મતોની રાજનીતિ કરતો જ નથી. વાસ્તવમાં મુસ્લિમોની મુહિમે મને ધારાસભ્ય બનાવ્યો છે. અહીં ઉત્તર પ્રદેશના ઘણા લોકો હશે અને ત્યાં એક ઘર હિન્દુ અને એક ઘર મુસ્લિમનું છે. કમનસીબે આજે કેટલાંક લોકોએ ભારતને બે ભાગમાં વહેંચી દીધું છે. અત્રે નોંધનીય છે કે, મે-2025માં નીકળેલી તિરંગાયાત્રામાં ધારાસભ્ય કુશવાહની સાથે ચાર તોડા કબ્રસ્તાન વિવાદનો આરોપી અલ્તાફ બાસી (Altaf Basi) સાથે જોવા મળ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : કુબેરનગરમાં જાહેર રસ્તા પર Dance Bar જેવી પાર્ટી, યુવતીએ બિભત્સ ચેનચાળા અને અશ્લીલ હરકતો કરી; Video Viral

Tags :
Advertisement

.

×