Rajkot : ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજયભાઈ રૂપાણીના નિધન અંગે વ્યક્ત કર્યું દુ:ખ
- અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જેતપુરનો વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
- દુર્ઘટનામાં મેડિકલનો વિદ્યાર્થી મીતાંશુ ઠેસીયા દાઝી ગયો
- મીતાંશુ સામાન્ય સારવાર બાદ જેતપુર હેમખેમ પહોંચ્યો
- વિજયભાઈના મુખ્યમંત્રી કાળનો હું સાક્ષી રહ્યો છું:જયેશભાઈ
અમદાવાદ ખાતે તા. 12 જુનનાં રોજ થયેલ પ્લેન ક્રેશમામ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તો કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં જે બિલ્ડીંગમાં પ્લેન અથડાયું હતું. ત્યાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ જમતા હતા. જેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તમાં જેતપુરનો મીતાંશુ ઠેસીયા દાઝી જતા ઈજાગ્રસ્ત થયો હતો. મીતાંશુ ઠેસીયા સામાન્ય સારવાર બાદ જેતપુર હેમખેમ પહોંચેલ હતો. જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયા મીતાંશુ ઠેસીયાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મીતાંશુ ઠેસીયાના ખબર અંતર પૂછ્યા હતા.
વિજયભાઈએ કરેલા વિકાસના કામો લોકો કાયમી યાદ રાખશે:જયેશભાઈ
જયેશ રાદડીયાએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશે જણાવ્યું હતું કે, વિજયભાઈના જવાથી ગુજરાતને મોટી ખોટ પડી છે. વિજયભાઈના મુખ્યમંત્રી કાળનો હું સાક્ષી છું. પાંચ વર્ષ હું તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન સાથે મંત્રી રહ્યો છું. વિજયભાઈના કાર્યકાળ દરમ્યાન ગુજરાતમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. વિજયભાઈએ કરેલ ગુજરાતના માટેના વિકાસના કાર્યો કાયમી લોકો યાદ રાખશે. વિજયભાઈના જવાથી ખૂબ જ મોટી ખોટ પડી છે. વિમાન ક્રેશ દુર્ઘટનામાં જે લોકોના મોત નિપજ્યા છે તેમને શાંતિ અર્પે એવી ભગવાન પાસે પ્રાર્થના. વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના..
આ પણ વાંચોઃ Gandhinagar : કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વ્યક્ત કર્યું દુ:ખ, અમારા સંબંધોમાં ક્યારેક કોઈ ખોટ નહોતી પડી
મૃતક નૂરજહાંના પરિવારજનોને પણ પાઠવી સાંત્વના
પ્લેન ક્રેશમાં અરવલ્લીના મૃતકોના પરિવારને અરવલ્લી-સાબરકાંઠાના ધારાસભ્ય શોભનાબેન બારૈયાએ સાંત્વના પાઠવી હતી. મોડાસા ખાતે જયશ્રીબેનનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. લંડનથી આવેલા મૃતક જયશ્રીનેન પટેલના પતિ રાધે પટેલને હિમત આપી હતી. તેમજ સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, દુઃખની ઘડીમાં પરિવારને પ્રભુ સહન કરવાની શક્તિ આપે. તેમજ સુકુનપાર્ક ખાતે મૃતક નૂરજહાંના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી. મૃતક મહિલાઓના પરિવારને દુઃખની ઘડીમાં હિંમત આપી હતી.


