Mobile Addiction: મોબાઈલ અને વાહનની જીદે કિશોરીએ આપઘાત કર્યો
- અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીનો આપઘાત
- પિતા પાસે જીદ પૂરી ન થતા મોતને વ્હાલુ કર્યુ
- 2 દિવસની સારવાર બાદ મોતને ભેટી કિશોરી
Mobile Addiction: મોબાઈલનું વળગણ અને જીદ ચિંતાનો વિષય બની છે. જેમાં અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. તેમાં મોબાઈલ અને વાહનની જીદે કિશોરીએ ત્રીજા માળેથી આપઘાત કર્યો છે. પિતા પાસે જીદ પૂરી ન થતા મોતને વ્હાલુ કર્યું છે. જેમાં 2 દિવસની સારવાર બાદ કિશોરી મોતને ભેટી છે.
કિશોરીએ મોબાઈલ અને વાહનની જીદ પિતા પાસે પૂરી ન થતાં ત્રીજા માળેથી પડતું મૂક્યું
વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ મોબાઈલ અને વાહનની જીદ પિતા પાસે પૂરી ન થતાં ત્રીજા માળેથી પડતું મૂક્યું હતુ. જેમાં કિશોરાવસ્થામાં જ મોબાઈલ અને વાહનની જીદથી પુત્રી મોતને ભેટી છે. ત્યારે વસ્ત્રાલના પ્રિન્સીપાલની પુત્રીએ મોબાઈલની માંગ કરી વાહનની પણ માગ કરી હતી તેમાં પિતાના સમજાવવા છતા કિશોરી માની ન હતી. 2 દિવસ સારવાર ચાલ્યા બાદ કિશોરો મોતને ભેટી છે. જેમાં બાળકોમાં મોબાઈલનું વળગણ ચિંતાનો વિષય બન્યું છે. વર્તમાન સમયમાં લોકોને ખ્યાલ જ નથી કે તેઓ મોબાઈલના બંદી બની ગયા છે. તમે પોતે જ એક કલાક સુધી મોબાઈલ હાથમાં ન લેવાનું વિચારીને મોબાઈલ એક તરફ મૂકી દો.. કદાચ તમે એક કલાકથી પહેલા જ મોબાઈલ ઉઠાવી લેશો. કેમ કે આપણને મોબાઈલનો નશો થઈ ગયો છે. કોઈપણ જાતનો નશો નુકશાન જ કરે છે, તેવી રીતે મોબાઈલનો નશો પણ સમાજને ખુબ જ મોટું નુકશાન કરી રહ્યું છે.
Mobile Addiction: આ નશો એવો છે કે લોકોને ખ્યાલ જ નથી કે તેમને નશો થઈ ગયો
Mobile Addiction: આ નશો એવો છે કે લોકોને ખ્યાલ જ નથી કે તેમને નશો થઈ ગયો છે. તેઓ મોબાઈલ ઉપર સાત-આઠ કલાક પ્રસાર કરતાં સમયને સામાન્ય માને છે. જે સામાન્ય નથી. જીવન મોબાઈલની સ્કીન ઉપર પ્રસાર કરવા માટે નથી. તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પોતાના પરિવાર અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે મોબાઈલની લત છોડવી પડશે. જે વ્યક્તિ મોબાઈલની લતને સમજી ગયો છે અને તેનો જરૂરિયાત પ્રમાણેનો ઉપયોગ કરે છે, તે અન્યો કરતાં વધારે ખુશ રહેતો હશે. સાથે-સાથે પોતાના પરિવારને પણ ખુશ રાખતો હશે. તેથી લોખંડને લોખંડ કાપે તેવી રીતે મોબાઈલની લતને છોડવા માટે પણ ડિજિટલી હથિયાર અપનાવવા જોઈએ.
Mobile Addiction ડિજિટલ ડિટોક્સ એપ્સ શું છે?
Mobile Addiction: આઈફોન અને એન્ડ્રોઈડ ફોન પર ચાલતી ડઝનબંધ ડિજિટલ ડિટોક્સ એપ્સ એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ ખાસ એપ્સ છે જે સ્ક્રીન ટાઈમ ઘટાડવામાં અને ડિજિટલ ઉપકરણો પરની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરે છે. એટલે કે, તેનો હેતુ તમને ફોનની સ્ક્રીનથી દૂર રાખીને વાસ્તવિક જીવન સાથે જોડવાનો છે. ગૂગલ પ્લે સ્ટોર પર ડિજિટલ ડિટોક્સ એપ વિશે લખ્યું છે, “તમારા ફોન સાથેની દોસ્તી ઘટાડો જેથી તમે પોતાની જાત સાથે, અન્ય લોકો સાથે અને વિશ્વ સાથે ફરીથી જોડાઈ શકો.” સાથે જ લખ્યું છે, “શું તમે હંમેશા ફોન પર હોવ છો? શું તમને દુનિયાથી કપાઈ જવાનો ડર લાગે છે? શું નેટવર્ક ન મળે તો તમે ગભરાઈ જાઓ છો? જો એવું છે, તો હવે ડિટોક્સનો સમય છે.” આ એપ્સ મૂળભૂત રીતે નિર્ધારિત સમય માટે ફોનને બંધ કરી દે છે. આ સમય 10 મિનિટથી લઈને 10 દિવસ, એક મહિનો કે તેથી વધુ પણ હોઈ શકે છે. ફોન કેટલો સમય બંધ રાખવો તે તમે જાતે નક્કી કરી શકો છો. આ દરમિયાન બધી સોશિયલ મીડિયા એપ્સ બંધ રહે છે અને ફક્ત ઇમરજન્સી કૉલની સુવિધા ઉપલબ્ધ રહે છે. કેટલીક એપ્સ ફોન કૉલની પરવાનગી આપે છે, જ્યારે કેટલીક કૉલ પર પણ સમય મર્યાદા નક્કી કરે છે. જોકે, ડિજિટલ ડિટોક્સ એપ પસંદ કરતી વખતે સાવચેતી રાખવી પણ જરૂરી છે.
ડિજિટલ ડિટોક્સ માટે વ્યવહારુ ટિપ્સ:
ડિટોક્સ એપ્સનો ઉપયોગ: એપ્સ જેવી કે Forest, Digital Detox, અથવા Freedom ડાઉનલોડ કરો, જે સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરે છે અને ફોકસ જાળવવામાં મદદ કરે છે.
ફોન-ફ્રી ઝોન: ઘરમાં ચોક્કસ જગ્યાઓ (જેમ કે ડાઈનિંગ ટેબલ, બેડરૂમ) ફોન-ફ્રી રાખો.
સમય નક્કી કરો: દિવસના 1-2 કલાક ફોન વિના વિતાવવાનું નક્કી કરો, જેમ કે સવારનો સમય કે રાતનો પરિવાર સમય.
નવો શોખ અપનાવો: વાંચન, લખવું, બાગકામ કે રસોઈ જેવા શોખ અપનાવો જે ફોનથી દૂર રાખે.
નોટિફિકેશન બંધ કરો: બિનજરૂરી એપ્સના નોટિફિકેશન બંધ કરો જેથી ફોન ચેક કરવાનું આકર્ષણ ઓછું થાય.
મૉક ડિટોક્સ: શરૂઆતમાં ટૂંકા સમય (1-2 કલાક) માટે ડિટોક્સ કરો અને ધીમે-ધીમે સમય વધારો.
પરિવાર સાથે સમય: બાળકો અને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો, જેમ કે રમતો રમવી કે વાતચીત કરવી.
માનસિક આરોગ્યનું ધ્યાન: ધ્યાન, યોગ કે શ્વાસની કસરતો કરો જે મનને શાંત રાખે.
ડિજિટલ ડિટોક્સ માત્ર ફોનથી દૂર રહેવાની રીત નથી, પરંતુ તે જીવનની અગ્રતાઓ, પરિવાર અને ખુદની સાથે ફરીથી જોડાવાનો માર્ગ છે. નાના પગલાંઓથી શરૂઆત કરો, જેમ કે દિવસના થોડા કલાક ફોન-ફ્રી રાખવું અને ધીમે-ધીમે આ આદત જીવનનો ભાગ બની જશે. આનાથી ન માત્ર માનસિક સુકૂન મળશે, પરંતુ પ્રોડક્ટિવિટી અને સંબંધોમાં પણ સુધારો થશે.
આ પણ વાંચો: Amreli: દિલીપ સંઘાણીનો વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ


