એક મોબાઈલના કારણે એકની હત્યા થઈ'ને પાંચ લોકોનું જીવન થયું ધૂળ ધાણી
- સચિનમાં મોબાઈલ ચોરીનો વિવાદ: વિપિનની હત્યા, ચારનું રિ-કન્સ્ટ્રક્શન
- વિપિન ઉર્ફે કાળુની હત્યા: સગીર સહિત પાંચની ધરપકડ, રિ-કન્સ્ટ્રક્શન
- સચિન હત્યાકાંડ: ચપ્પુથી હુમલો, સગીરની આગેવાનીમાં ઘટનામો
- બાઈલ ચોરીથી હત્યા: સચિનમાં ચાર આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન
- સુરત: વિપિનની હત્યામાં સગીર સહિત પાંચ પકડાયા, તપાસ ચાલુ
સુરતમાં એક મોબાઈલના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે, તો અન્ય પાંચ લોકોનું જીવન ધૂળ ધાણી થઈ ગયું છે. બનાવ એવો છે કે, સુરતના સચિન વિસ્તારમાં એક મોબાઈલ મુદ્દે વિપિન નામના એક વ્યક્તિ સાથે અન્ય એક સગીર વચ્ચે ઝગડો થયો હતો. આ દરમિયાન સગીરે પોતાના અન્ય ચાર મિત્રોને બોલાવીને મૃતક ઉપર હુમલો કરી દીધો હતો.
આ હુમલો એટલો હિચકારો હતો કે, વિપિનની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે સચિન પોલીસ સ્ટેશને ઘણી બધી મહેનત કરવી પડી હતી. જોકે, અંતે સચિન પોલીસે હત્યાનો કેસ ઉકેલી લેવામાં આવ્યો હતો. પોલીસે આ હત્યાના કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં એક માઇનોર હોવાના કારણે તેને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.
હિચકારો હુમલામાં વિપિનનું મોત
આ ઘટના 10 ઓગસ્ટના રોજ સચિન-સુડા વિસ્તારના શિવ દર્શન કોમ્પ્લેક્સ નજીક બની હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે વિપિન અને તેના મિત્ર અમન સિંહ સાથે ચાર મોટરસાઈકલો પર આવેલા પાંચ હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આમાં બે સગીરો સહિત 5 આરોપીઓ હતા, જે લાકડીઓ ચપ્પુઓથી (ચપ્પા) સાથે સજ્જ હતા. વિપિન પર ચપ્પુથી માથા અને શરીર પર ગંભીર ઘા કરવામાં આવ્યા જેનાથી તેનું મોત થયું હતું.
આ ઘટના બાદ ACP નિરવ ગોહિલના નેતૃત્વમાં ખાસ ટીમ બનાવવામાં આવી હતી, જેમણે થોડા કલાકોમાં ત્રણ આરોપીઓ, જેમાં એક સગીર સામેલ હતો, ધરપકડ કરી હતી. પછીથી વધુ તપાસ દરમિયાન બે અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ, જેથી કુલ પાંચ આરોપીઓ પકડાયા છે. આ પૈકી ચાર મુખ્ય આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન અને પંચનામા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના દ્વારા ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
આરોપીઓનું કરવામાં આવ્યું રિ-કન્સ્ટ્રક્શન
આ પણ વાંચો-SURATમાં હિન્દુઓના વિસ્તારનું નામ ‘પાકિસ્તાની મહોલ્લો’; આઝાદીના 79 વર્ષે નામકરણ
સચિન પોલીસે ચારેય આરોપીઓ પાસે રિ-કન્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.પી.વાઘેલાએ જણાવ્યું હતુ કે, આ મર્ડરના તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે એક બાળ આરોપીને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કેસ અંગે વધુ જણાવતા તેમણે જણાવ્યું કે, મોબાઈલ ચોરીની શંકાના આધારે બાળ આરોપી અને મૃતક વિપિન વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી બાળ આરોપીએ પોતાના પિતરાઈ ભાઈ અને તેમના મિત્રોને બોલાવી લીધા હતા.
પીઆઈએ વધુમાં જણાવ્યું કે, વિપિન ઉર્ફે કાળુ નામના યુવક પર સગીર આરોપી દ્વારા બોલાવવામાં આવેલા તમામ મિત્રોએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દાઝ રાખીને ચપ્પુના ઘા પણ મારવામાં આવ્યા હતા. આ હિચકારા હુમલામાં વિપિનનું મોત થયું હતું. આ હત્યા પછી ઘટના સ્થળેથી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આમ એક મોબાઈલ બાબતે એક યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. તો પાંચ લોકોનું જીવન જેલના સળીયા પાછળ કપાશે. આમ એક નજીવી બાબતે સમજ્યા વિચાર્યા વગર ગુનાહિત પ્રતિક્રિયા આપવાને લઈને પાંચ યુવકોનું જીવનમાં મોટું કલંક લાગવાની સાથે-સાથે આરોપની દુનિયામાં એન્ટ્રી કરી લીધી છે. આ ઝગડામાં 17થી 25 વર્ષના યુવકોને જેલમાં પોતાનું જીવન વ્યતિત કરવું પડશે.
જોકે આમાં તે નોંધવું પડશે કે એક જીવને અંતિમ વિદાય લઈ લીધી છે. આમ તમારી એક ભૂલ તમારા જીવનને પાડા ઉપરથી ઉતારી દે છે, તમારી સાથે-સાથે તમારા પરિવારને પણ ઘણું બધુ ભોગવવાનો વારો આવી શકે છે. તેથી વર્તમાન સમયમાં ખુસ્સાને કંટ્રોલ રાખીને કામ કરવામાં આવે તો ઘણું બધુ બચાવી શકાય છે.
આ પણ વાંચો-GSRTC : તહેવારો નિમિત્તે નાગરિકોની સુવિધા માટે દૈનિક ૧૨૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે


