Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Airfare Cap India: ઇન્ડિગો સંકટ વચ્ચે એરલાઇન્સની મોંઘી ટિકિટો પર MoCAએ લગાવ્યો અંકુશ

ઇન્ડિગોની ફ્લાઇટ રદ્દીકરણના સંકટ વચ્ચે, અન્ય એરલાઇન્સે હવાઈ ભાડામાં દસ ગણા સુધીનો વધારો કર્યો હતો. મુસાફરોનું શોષણ અટકાવવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત રૂટ પર મહત્તમ ભાડાની મર્યાદા (Fare Cap) લાદી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સંચાલન સામાન્ય ન થાય ત્યાં સુધી આ ભાવ નિયંત્રણો અમલમાં રહેશે
airfare cap india   ઇન્ડિગો સંકટ વચ્ચે એરલાઇન્સની મોંઘી ટિકિટો પર mocaએ લગાવ્યો અંકુશ
Advertisement
  •  MoCA એરલાઇન્સ કંપનીઓ પર  ભાવો પર નિયંત્રણ લાદ્યું (Airfare Cap India) 
  • ઊંચા ભાડા વસૂલતી એરલાઇન્સ પર સરકારનો કડક અંકુશ
  •  હવે એરલાઇન્સ કંપનીઓને વધુ ભાડા લઇ શકશે નહીં 

Airfare Cap India : દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં તાજેતરમાં ઓપરેશનલ સમસ્યાઓ અને મોટા પાયે ફ્લાઇટ રદ્દ થવાના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોની આ તકલીફનો લાભ લઈને અન્ય એરલાઇન કંપનીઓ દ્વારા અમુક રૂટ પર હવાઈ ટિકિટના ભાવમાં અચાનક દસ ગણા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે લોકો પરેશાન હતા અને તેમનું આર્થિક શોષણ થઈ રહ્યું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ તાત્કાલિક અને કડક હસ્તક્ષેપ કર્યો છે.

Airfare Cap India:   એરલાઇન્સ કંપનીઓની મનમાની નહીં ચાલે

Airfare Cap India:  નોંધનીય છે કે મુસાફરોને ભાડાના નામ પર આર્થિક લૂંટ અટકાવવા માટે MoCA એ તેની ઈમરજન્સી રેગ્યુલેટરી પાવરનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (Fare Cap) લાદવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે તમામ એરલાઇન્સને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી ઇન્ડિગોનું સંચાલન સંપૂર્ણપણે સામાન્ય ન થાય અને પરિસ્થિતિ સ્થિર ન થાય, ત્યાં સુધી તેમણે આ નવા નક્કી કરાયેલા ભાવની મર્યાદાનું સખતપણે પાલન કરવું પડશે અને મનફાવે તેટલું ઊંચું ભાડું વસૂલવું નહીં.

Advertisement

Advertisement

કેન્દ્ર સરકારે આપ્યા કડક આદેશ

ઉલ્લેખનીય છે કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું બજારમાં ભાવ શિસ્ત જાળવી રાખવા અને મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોનું શોષણ અટકાવવા માટે લેવામાં આવ્યું છે. આનાથી તે મુસાફરોને મોટી રાહત મળશે જેમને તાત્કાલિક મુસાફરી કરવાની જરૂર છે, જેમાં વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને મેડિકલ ઇમરજન્સી ધરાવતા દર્દીઓનો સમાવેશ થાય છે. આ નિયંત્રણો ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી એરલાઇનનું સંચાલન સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય. આ નિર્ણયથી મુસાફરોને મોટી આર્થિક રાહત મળી છે.

આ પણ વાંચો:  કેન્દ્ર સરકારે IndiGo Refund મામલે આપ્યા કડક આદેશ, આ તારીખ સુધી રિફંડ ચૂકવી દેવાના અપાયા નિર્દેશ!

Tags :
Advertisement

.

×