Modasa: બ્રિજ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકતા 3 લોકોના મોત,એક ઇજાગ્રસ્ત
- Modasa માં કાર નદીમાં ખાબકી
- 3 લોકોનો મોત,એક ઇજાગ્રસ્ત
- પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે
Modasa થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શામળાજી બાયપાસ પાસે આવેલી માઝૂમ નદી પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે,એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર Modasa શામળાજી પાસે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર પાસે આવેલ માઝૂમ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે, અને એક ગંભીર ઇજાગ્રસ્ત છે,પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અક્સમાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
अरावली, गुजरात: बाईपास रोड पर माजूम ब्रिज से एक कार 40 फीट गहरी माजूम नदी में गिर गई, जिससे तीन युवकों की मौत हो गई। एक युवक को सुरक्षित बचा लिया गया। स्थानीय निवासियों ने दुर्घटनास्थल पर बचाव अभियान चलाया। pic.twitter.com/MEAQqddE1r
— IANS Hindi (@IANSKhabar) August 9, 2025
Modasa: અરવલ્લીના એએસપી સંજ્યકુમાર કેશવાલાએ આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે કાર શામળાજી તરફથી આવી રહી હતી. ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબી ગુમાવ્યા બાદ કાર નદીમાં ખાબકી હશે. કારમાં ચાર લોકો સવાર હતા. એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણના મોત નિપજ્યા છે,મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો: Banaskantha earthquake: બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.6ની તીવ્રતાનો હતો ભૂકંપ


