ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Modasa: બ્રિજ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકતા 3 લોકોના મોત,એક ઇજાગ્રસ્ત

Modasa થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શામળાજી બાયપાસ પાસે આવેલી માઝૂમ નદી પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો
12:12 AM Aug 10, 2025 IST | Mustak Malek
Modasa થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શામળાજી બાયપાસ પાસે આવેલી માઝૂમ નદી પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો
Modasa

 

Modasa થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શામળાજી બાયપાસ પાસે આવેલી માઝૂમ નદી પુલ પરથી એક કાર નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે,એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર Modasa  શામળાજી પાસે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર પાસે આવેલ માઝૂમ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં  ત્રણ યુવકોના મોત થયા છે, અને એક ગંભીર ઇજાગ્રસ્ત છે,પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અક્સમાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Modasa: અરવલ્લીના એએસપી સંજ્યકુમાર કેશવાલાએ આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે કાર શામળાજી તરફથી આવી રહી હતી. ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબી ગુમાવ્યા બાદ કાર નદીમાં ખાબકી હશે. કારમાં ચાર લોકો સવાર હતા. એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણના મોત નિપજ્યા છે,મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો:   Banaskantha earthquake: બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.6ની તીવ્રતાનો હતો ભૂકંપ

Tags :
Gujarat FirstMazum rivermodasaModasa AccidentModasa Police
Next Article