દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, 78 દિવસના બોનસની કરી જાહેરાત
- Cabinet Decisions: મોદી સરકારના કેબિનેટે લીધા મોટો નિર્ણય
- કેબિનેટે 10.90 લાખ રેલવે કર્મચારીઓને બોનસની આપી મંજૂરી
- રેલવે કર્મચારીઓને 78 દિવસના બોનસની કરાઇ જાહેરાત
મોદી સરકારના કેબિનેટે બુધવારે દેશના વિકાસ અને કર્મચારીઓના કલ્યાણ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણયોમાં સૌથી અગત્યનો નિર્ણય રેલવે કર્મચારીઓ માટે લેવામાં આવ્યો છે. કેબિનેટે 10.90 લાખ રેલવે કર્મચારીઓ માટે ₹1,866 કરોડના ઉત્પાદકતા-આધારિત બોનસ (PLB) ને મંજૂરી આપી છે, જે તેમને દિવાળી પહેલાં તેમના સારા પ્રદર્શન માટે પ્રોત્સાહન તરીકે મળશે.
Cabinet Decisions મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય
નોંધનીય છે કે કેબિનેટે 10.91 લાખથી વધુ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસને મંજૂરી આપી છે. આ બોનસ દર વર્ષે દુર્ગા પૂજા-દશેરા પહેલાં ચૂકવવામાં આવે છે. આ પ્રોત્સાહન રેલવે કર્મચારીઓને રેલવેની કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધારવા માટે પ્રોત્સાહિત કરે છે. દરેક પાત્ર કર્મચારીને ₹17,951 સુધીનું બોનસ મળશે, જે તેમના 78 દિવસના પગારની સમકક્ષ છે. આ લાભ ટ્રેક મેઈન્ટેનર, લોકો પાઈલટ, ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, ટેકનિશિયન અને અન્ય ગ્રુપ 'સી' કર્મચારીઓ સહિત અનેક શ્રેણીના રેલવે કર્મચારીઓને મળશે.
VIDEO | Delhi: At a cabinet briefing, Union Minister Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) said, “The third decision taken today brings very good news for railway employees. The cabinet has approved a productivity-linked bonus. Under the Prime Minister’s leadership, a 78-day bonus… pic.twitter.com/VqPEDXHGnl
— Press Trust of India (@PTI_News) September 24, 2025
Cabinet Decisions રેલવેના આ કર્મચારીઓને મળશે બોનસ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ બોનસ તેમના 78 દિવસના પગારની સમકક્ષ છે. આ બોનસનો હેતુ રેલવેના પ્રદર્શનને સુધારવા માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનો છે. દરેક પાત્ર કર્મચારીને મહત્તમ ₹17,951 સુધીની રકમ મળશે. આ બોનસથી ટ્રેક મેઈન્ટેનર, લોકોમોટિવ પાયલટ, ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેકનિશિયન અને અન્ય ગ્રુપ 'સી' કર્મચારીઓને ફાયદો થશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2024-25માં રેલવેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું, જેમાં 1614.90 મિલિયન ટન માલસામાનનું પરિવહન અને 7.3 બિલિયન મુસાફરોની અવરજવર થઈ હતી.
Cabinet Decisions: મોદી સરકારે બિહારની યોજનાના માટે ખાસ જાહેરાત કરી
આ ઉપરાંત, કેબિનેટે બિહાર માટે લગભગ ₹6,000 કરોડની યોજનાઓને મંજૂરી આપી છે, જેમાં બખ્તિયારપુર-રાજગીર અને ઝારખંડના તિલૈયા વચ્ચેની 104 કિલોમીટરની રેલવે લાઇનના બેવડાકરણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પર ₹2,192 કરોડનો ખર્ચ થશે.એક અન્ય મોટા નિર્ણયમાં, કેન્દ્રીય કેબિનેટે ભારતના જહાજ નિર્માણ અને દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ₹69,725 કરોડના વ્યાપક પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજમાં વિવિધ યોજનાઓ અને ભંડોળનો સમાવેશ થાય છે, જેમાં દેશમાં જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ નિર્ણયો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસને વેગ આપશે.
આ પણ વાંચો: Chaitanynanand Saraswati biography: કોણ છે ધર્મગુરુ ચૈતન્યાનંદ સરસ્વતી? જેના પર લાગ્યા છે યૌન શોષણના આરોપ


