Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

71st National Film Awards: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત

71st National Film Awards: આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિજેતા કલાકારો પુરસ્કાર આપવમાં આવ્યા હતા
71st national film awards  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત
Advertisement
  • 71st National Film Awards: મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરાયો
  • દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
  • શાહરૂખ -રાની અને વિક્રમ મેસીને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિજેતા કલાકારો પુરસ્કાર આપવમાં આવ્યા હતા. આ વર્ષે બોલિવૂડના "કિંગ ખાન" તરીકે જાણીતા શાહરૂખ ખાન અને લોકપ્રિય અભિનેત્રી રાની મુખર્જીએ તેમના અભિનય માટે પહેલીવાર રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.જ્યારે મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરાયો હતો. અભિનેતા વિક્રમ મેસીને પણ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દિલ્હીમાં National Film Awards નું ભવ્ય કાર્ચક્રમ યોજાયો

Advertisement

શાહરૂખ ખાને તેમની ફિલ્મ 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો.જયારે વિક્રાંત મેસીને તેમની ફિલ્મ '12મી ફેલ' માં શાનદાર પ્રદર્શન માટે આ પુરસ્કાર મળ્યો. બીજી તરફ, રાની મુખર્જીને તેમની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માં દમદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. આ બન્ને કલાકારો માટે આ પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર છે, જે તેમના લાંબા અને સફળ કરિયર માટે એક મોટું સન્માન છે.

Advertisement

National Film Awards કાર્યક્રમમાં મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અપાયો

આ સમારોહની સૌથી મોટી ક્ષણ એ હતી જ્યારે મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મોહનલાલને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યા બાદ મોહનલાલે કહ્યું કે આ સન્માન માત્ર તેમનું નહીં, પરંતુ સમગ્ર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું છે.આ ઉપરાંત, વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ '12મી ફેલ' ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો, જ્યારે સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત 'ધ કેરળ સ્ટોરી' ને શ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર મળ્યો. આ પુરસ્કારોએ ફરી એકવાર ભારતીય સિનેમાની વિવિધતા અને શ્રેષ્ઠતાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરી છે.

 film Categories

બેસ્ટ હિન્દી ફિલ્મ: 'કઠલ: અ જેકફ્રૂટ મિસ્ટ્રી'

સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ: '12મી ફેલ'

સર્વશ્રેષ્ઠ અભિનેતા: શાહરૂખ ખાન ('જવાન' માટે) અને વિક્રાંત મેસી ('12મી ફેલ' માટે)

સર્વશ્રેષ્ઠ અભિનેત્રી: રાની મુખર્જી ('મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે)

દાદાસાહેબ ફાળકે એવોર્ડ: મોહનલાલ

સર્વશ્રેષ્ઠ નિર્દેશન: સુદીપ્તો સેન ('ધ કેરળ સ્ટોરી' માટે)

સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'

Best Regional Films

બેસ્ટ ગુજરાતી ફિલ્મ: 'વશ'

બેસ્ટ તેલુગુ ફિલ્મ: 'ભગવંત કેસરી'

બેસ્ટ તમિલ ફિલ્મ: 'પાર્કિંગ'

બેસ્ટ કન્નડ ફિલ્મ: 'ધ રે ઓફ હોપ'

Technical & Other Categories

સર્વશ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયિકા: શિલ્પા રાવ ('ચલેયા' ગીત, 'જવાન' ફિલ્મ માટે)

સર્વશ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક: પ્રેમિષ્ટુન્ના ('બેબી', તેલુગુ ફિલ્મ માટે)

સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: 'ધ કેરળ સ્ટોરી'

સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફી: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ('ઢિંઢોરા બાજે રે' ગીત માટે)

આ પણ વાંચો:   વારાણસી ફ્લાઈટમાં ગંભીર સુરક્ષા એલર્ટ: કોકપિટનો દરવાજો ખોલતા 9 યાત્રીઓ અટકાયતમાં

Tags :
Advertisement

.

×