મોરારી બાપુના પત્નીનું નિધન,PM મોદીએ વ્યક્ત કર્યો શોક
- PM મોદીએ મોરારી બાપુ સાથે કરી વાત
- મોરારી બાપુના પત્નીના નિધન પર શોક વ્યક્ત કર્યો
- ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો
- ટૂંકી બિમારી બાદ 79 વર્ષની ઉંમરે નિધન થયુ
Bhavnagar : ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું (Morari Bapu Wife)નિધન થયું છે. મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.આ સમાચાર મળતા જ આધ્યાત્મિક અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, ત્યારે ખુદ વડાપ્રધાન મોદી(PM Modi)એ ફોન કરીને શોક વ્યક્ત કર્યો છે.
PM મોદીએ ફોન કરીને શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi)મોરારી બાપુની પત્નીના નિધનના સમાચાર મળતા તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરવા સીધો તલગાજરા ફોન લગાવ્યો હતો. જ્યાં મોરારી બાપુ સાથે ફોનમાં વાત કરીને નર્મદાબેનના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાને મોરારી બાપુ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ દુઃખની આ ઘડીમાં બાપુ અને તેમના પરિવારને શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનુંનિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. વિગતો મુજબ મોરારીબાપુના પત્ની નર્મદાબેનની (Narmadaben Hariani)થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો.
આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે
નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે. કથાકાર મોરારીબાપુના લગ્ન નર્મદાબેન સાથે વણોટ ગામે થયા હતા. તેમની અંતિમવિધિ સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


