Morbi : 5 વર્ષથી ચાલતી માથાકૂટની અદાવતમાં યુવકનું ઢીમ ઢાળી દીધું, 3 ની ધરપકડ
- Morbi નાં વાંકાનેર તાલુકામાં હત્યા કેસમાં 3 ની ધરપકડ
- ખાણ તથા રસ્તા બાબતે ઝઘડો થતાં અદાવતમાં હુમલો કર્યો
- પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, અન્યની શોધખોળ યથાવત
મોરબી (Morbi) જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં પાડધરા ગામ નજીક હત્યાનો બનાવ સામે આવ્યો છે. બેલાની ખાણ તથા રસ્તા બાબતે ચાલતી જૂની અદાવતમાં યુવક પર 8 શખ્સોએ ધોકા-પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દેતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો - Gondal : દિવાળીને લઈ માર્કેટિંગ યાર્ડ કયા-કયા દિવસે રહેશે બંધ! વાંચો વિગત
ખાણ તથા રસ્તા બાબતે છેલ્લા 5 વર્ષથી માથાકૂટ ચાલતી હતી
મળતી માહિતી અનુસાર, મોરબી (Morbi) જિલ્લાનાં વાંકાનેરનાં (Vankaner) પાડધરા ગામ નજીક સામંતભાઈ નગાભાઈ કરમુરની હત્યા થઈ હતી, જેમાં મૃતકને ખાણ તથા રસ્તા બાબતે છેલ્લા 5 વર્ષથી આકાશ ઉર્ફે આખલો ઓડેદરા સાથે માથાકૂટ ચાલતી હતી. આ ઝઘડાનો ખાર રાખીને ગત મોડી રાત્રીનાં સમયે પાડધરા ચોકડી પાસે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, જયમલ કારાવદરા, વેજો કારાવદરા, રામભાઈ મેર બોખીરા, ભરત ઓડેદરા તથા 3 અજાણ્યા ઇસમોએ બે કારમાં આવી, સામંતભાઈ કરમુર પર ધોકા તથા પાઇપ વડે ઘાતકી હુમલો કર્યો હતો.
આ પણ વાંચો - Digital Arrest : ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગમાં ફસાવવાનું કહી 20 લાખ પડાવ્યા!
3 ની ધરપકડ, અન્ય આરોપી હાલ પણ ફરાર
આ હુમલામાં સામંતભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસનો (Vankaner Taluka Police) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને PM માટે ખસેડી મૃતક યુવાનનાં ભાઈ કરશનભાઈ નગાભાઈ કરમુરની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન, પોલીસે આકાશ ઉર્ફે આખલો, વેજાભાઈ અને ભરત ઓડેદરા નામનાં આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓનાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓની પણ પોલીસ દ્વારા શોધખોળ કરાઈ રહી છે.
આ પણ વાંચો - માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગે Yuvraj Singh Jadeja એ કરી પોસ્ટ!