Morbi:વાગડીયા ઝાપા ગામે ફાયરિંગમાં એકનું મોત, 7 લોકો ઈજાગ્રસ્ત
- મોરબી:વાગડીયા ઝાંપે થયેલા માથાકૂટમાં ફાયરીંગ.
- બાળકો વચ્ચે માથાકૂટના ફાયરીંગ થતા સાત ઈજાગ્રસ્ત પૈકી એક વ્યક્તિનું મોત
- એક સગીર સહિત સાત વ્યક્તિઓ થયાં હતાં ઇજાગ્રસ્ત
- માળિયા મી. પોલીસે બનાવની અંગે તપાસ હાથ ધરી
Morbiમાં માળિયા મિયાણા શહેરમાં આવેલા વાગડીયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ થઇ હતી અને તે માથાકૂટમાં બે પરિવાર વચ્ચે ઝઘડો(Two families quarrel) થયો હતો. ત્યાર બાદ બંને પક્ષે તરફથી ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના બન્યા બાદ સમગ્ર માર્કેટ બંધ થયું હતું અને પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જોકે ફાયરિંગ(firing)ની ઘટનામાં એક બાળક સહિત 7 વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટનામાં હૈદર જેડા નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યાં છે.
બંને પક્ષો વચ્ચે સામ-સામે ફાયરિંગ થયું
માળિયા મિયાણા શહેરમાં આવેલા વાગડીયા ઝાપા પાસે સાંજના સમયે ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટનામાં નૂરમામદ ફારુક જામ (15) અને અલી ઉમર જેડા (30) નામના બે વ્યક્તિઓને ઈજા થતા બંનેને સારવાર માટે પ્રથમ માળિયા લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળીયાના વાગડીયા ઝાપા પાસે જેડા અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ બંને પક્ષેથી લાકડાના ધોકા વડે મારામારી કરવામાં આવી હતી અને બંને પક્ષોએ ઘરમાંથી બંદૂક લઈ આવી ફાયરિંગ કર્યું હતું.
આ પણ વાંચો -Dwarka:તાલુકા પંચાયતનો કરાર આધારીત મેનેજર 3500ની લાંચ લેતા ઝડપાયો
ફાયરિંગમાં એકનું મોત, સાત ઈજાગ્રસ્ત થયા
ઘટનામાં હૈદર જેડા નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે કુલ 7 લોકોને ઈજા પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અન્ય કોઈ ઘટના કે દુર્ઘટના માળિયા શહેરમાં ન બને તે માટે થઈને મુખ્ય બજાર બંધ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા માળિયા શહેરની અંદર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો -Amreli: પ્રેમસંબંધમાં પ્રેમીના મિત્રની હત્યા કરનાર આરોપીઓની ધરપકડ
10 જેટલા લોકો હથિયાર સાથે ધસી આવ્યા હતા
વધુમાં મળતી માહિતી મુજબ, અંદાજે 10 જેટલા લોકો હથિયાર સાથે ધસી આવ્યા હતા અને છરી તેમજ બંદૂક વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં એકનું મોત થયું છે. જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. માળીયામાં પોલીસ સ્ટેશનની નજીકના જ વિસ્તારમાં આ ઘટના બનેલી છે. જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. જો કે, હાલમાં Dy.SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકાયો છે અને માળિયા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


