Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PI to DySP Promotion : તાબડતોબ મેડીકલ કરાવી ચૂકેલા સવાસોથી વધુ PI 16 મહિનાથી પ્રમોશનની રાહમાં

આ લાંબા વિલંબના કારણે બઢતીના હકદાર પોલીસ ઇન્સ્પેકટરોના મહિને 15 હજાર રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે.
pi to dysp promotion   તાબડતોબ મેડીકલ કરાવી ચૂકેલા સવાસોથી વધુ pi 16 મહિનાથી પ્રમોશનની રાહમાં
Advertisement

Gujarat Police માં છેલ્લાં કેટલાંય દસકાઓથી બઢતી અને બદલીનો લાંબો વિલંબ જોવા મળી રહ્યો છે. GPS and IPS અધિકારીઓને સમયસર બઢતી/બદલી કદાચ એકાદ-બે કિસ્સાને બાદ કરતાં ક્યારેય મળી નથી. આજે વાત છે, ગુજરાત પોલીસ દળમાં ખાલી પડેલી ડીવાયએસપીની સવાસોથી વધુ જગ્યાઓની. 125થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપીની બઢતી (PI to DySP Promotion) આજે આવે, કાલે આવે તેની રાહમાં 16 મહિનાથી બેઠા છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં PI to DySP Promotion ની વહેતી થયેલી વાતો પણ ઠરી ગઈ છે. 13 વર્ષ અને તેથી વધુ સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા અધિકારીઓેને ક્યારે કલાસ-વનમાં બઢતી અપાશે તેની ઠોસ જાણકારી ગૃહ વિભાગ પણ આપી શકે તેમ નથી. જો કે, આ લાંબા વિલંબના કારણે બઢતીના હકદાર પોલીસ ઇન્સ્પેકટરોના મહિને 15 હજાર રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે.

Advertisement

24 કલાકમાં મેડિકલ કરાવવા આદેશ થયો હતો

જાન્યુઆરી-2024માં રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Home Department Gujarat) ના આદેશથી ડીજીપી ઑફિસે 144 પોલીસ ઇન્સ્પેક્ટરને મેડિકલ ચેકઅપ કરાવવા આદેશ કર્યો હતો. 24 કલાકમાં મેડિકલ રિપૉર્ટ જમા કરાવવાનો આદેશ મળતા પોલીસ ઇન્સ્પેક્ટરોએ કામ પડતા મુકી સરકારી હૉસ્પિટલોમાં દોડી ગયા હતા. 300 રૂપિયા ભરીને 5 કલાક હૉસ્પિટલના જુદાજુદા વિભાગોમાં દોડધામ કરીને બ્લડ, હાર્ટ, આંખ-કાન અને દાંત સહિતની તપાસ કરાવી હતી. યુદ્ધના ધોરણે મેડિકલ રિપૉર્ટ મગાવવામાં આવતા અધિકારીઓને PI to DySP Promotion મળવાની એક આશા બંધાઈ હતી.

Advertisement

આ પણ  વાંચો -Fake Call Centre : રાજ્ય પોલીસને દોડાવનારી અમદાવાદની ઘટના પાછળ ગેરકાયદેસર કોલ સેન્ટર સહિત મોટી લેણદેણ કારણભૂત

DPC બેસી પણ 16 મહિને પ્રમોશન નથી આવ્યા

મેડિકલ રિપૉર્ટ જમા થતાં Gujarat DGP Office માંથી વિગતવારનો અહેવાલ ગૃહ વિભાગને મોકલવામાં આવતા માર્ચ 2024માં ડીપીસી (Departmental Promotion Committee) બેસી હતી. ડીપીસીમાં 144 જેટલાં પોલીસ ઇન્સ્પેક્ટરો અંગેની માહિતી મેળવવામાં આવી હતી. જે રીતે મેડિકલ રિપૉર્ટ કરાવવા સૂચના મળી હતી તે અનુસાર અધિકારીઓને ભારે આશા હતી કે, પીઆઈમાંથી ટૂંકાગાળામાં જ ડીવાયએસપી બની જઈશું. જો કે, એવું ના થયું. સરકારના ગૃહ વિભાગની પરંપરા અનુસાર PI to DySP Promotion પણ ઘોંચમાં પડ્યા છે.

આ પણ  વાંચો -ત્રાસવાદીઓ શોધી કાઢતી Gujarat ATS ને એક રિવૉલ્વર શોધવામાં ત્રણ મહિના લાગ્યા

કેટલાંક નિવૃત્ત થઈ ગયાં, બાકીના બચતા ફરે છે

બઢતીની રાહમાં બેસેલાં પોલીસ ઇન્સ્પેક્ટરો પૈકી કેટલાંક વય નિવૃત્ત થઈ ગયા અને કેટલાંકને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે. કલાસ-વનના પ્રમોશન પહેલાં કોઈ ઈન્કવાયરી ના નડી જાય તેના માટે છેલ્લાં સવા વર્ષથી અનેક પોલીસ ઇન્સ્પેક્ટરો બ્રાંચમાં સાઈડ પોસ્ટિંગ મેળવી લીધા છે. કેટલાંક જિલ્લાઓમાં અનુભવી પીઆઈઓની અછત હોવાથી બઢતીની રાહમાં બેસેલા ઇન્સ્પેક્ટરોને ઇચ્છા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં આવી છે. એક્ઝીક્યુટીવ પોસ્ટિંગ માટે ટેન્ડર ભરવા તૈયાર રહેતાં કેટલાંક પોલીસ ઇન્સ્પેકટરો ખૂણામાં પડ્યા રહેવા મોટા સાહેબોને આજીજી કરી રહ્યાં છે.

Tags :
Advertisement

.

×