ઇડર અને તલોદમાં આભ ફાટ્યું..2 કલાકમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ
ઇનપુટ--યશ ઉપાધ્યાય, હિંમતનગર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત (North Gujarat)માં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને આજે બપોરે સાબરકાંઠા (sabarkantha)જિલ્લામાં અતિ ભારે (heavy rain) વરસાદ પડ્યો છે અને તલોદ તથા ઇડર તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ...
Advertisement
ઇનપુટ--યશ ઉપાધ્યાય, હિંમતનગર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત (North Gujarat)માં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને આજે બપોરે સાબરકાંઠા (sabarkantha)જિલ્લામાં અતિ ભારે (heavy rain) વરસાદ પડ્યો છે અને તલોદ તથા ઇડર તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

ઇડર હિંમતનગર સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ફસાઇ ગયા
ઇડરમાં બપોરે 12થી 2 કલાકના ગાળામાં અતિ ભારે વરસાદ પડતાં લોકોની હાલત કફોડી થઇ ગઇ હતી. ઇડર હિંમતનગર સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ફસાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા વાહનોને ડાયવર્ઝન અપાયું હતું.

ઇડર અને તલોદ પંથકમાં જળબંબાકાર
5 ઇંચ વરસાદના કારણે ઇડર અને તલોદ પંથકમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ઇડર તાલુકામાં ચારેબાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. અતિ ભારે વરસાદના કારણે ચારે બાજુ જાણે નદી વહેતી હોય તેવું જોવા મળી રહ્યુું છે. ભારે વરસાદના કારણે તલોદ તાલુકાના છત્રીસા કંપામાં તળાવ ફાટ્યુ હતું જેથી ગ્રામજનોને સલામત સ્થળે પહોંચાડાયા હતા.

તલોદમાં 5.4 ઇંચ વરસાદ જ્યારે ઇડરમાં 5.2 ઇંચ વરસાદ
હવામાન વિભાગ પાસેથી મળેલા આંકડા મુજબ બપોરે 12થી 2 વાગ્યાના ગાળામાં તલોદમાં 5.4 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ઇડરમાં 5.2 ઇંચ વરસાદ પડ્યો છે. હિંમતનગરમાં 68 મિમી, પ્રાંતિજમાં 98 મિમિ અને ખેડબ્રહ્મામાં 43 મિમી અને વડાલીમાં 35 મિમી વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં સર્વત્ર વરસાદ
બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. અરવલ્લીના બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે જ્યારે મહેસાણાના ખેરાલુંમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અમરેલી પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો---ડીસાના કંસારી ગામે અવિરત વરસાદે અનેક ખેતરોને બેટમાં ફેરવ્યા, જિલ્લામાં ચાર દિવસથી વરસાદી માહોલ
Advertisement


