Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તરાખંડના દેહરાદૂન માં વાદળ ફાટવાથી 50થી વધુ ગુજરાતી ફસાયા ; જીવના જોખમે પ્રવાસીઓએ ચાલતી પકડી

દેહરાદૂન માં વાદળફાટવાથી 50થી વધારે ગુજરાતીઓ ફસાયા : સહસ્ત્રધારા-મલદેવતામાં તબાહી
ઉત્તરાખંડના દેહરાદૂન માં વાદળ ફાટવાથી 50થી વધુ ગુજરાતી ફસાયા   જીવના જોખમે પ્રવાસીઓએ ચાલતી પકડી
Advertisement
  • દેહરાદૂન માં વાદળફાટવાથી 50થી વધારે ગુજરાતીઓ ફસાયા : સહસ્ત્રધારા-મલદેવતામાં તબાહી
  • ઉત્તરાખંડ વાદળફાટ્યું : દેહરાદૂનમાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા, વીડિયોમાં બેગ લઈ 10 કિ.મી. ચાલ્યા પ્રવાસીઓ
  • દેહરાદૂન ક્લાઉડબર્સ્ટ: ગુજરાતીઓ સહિત પ્રવાસીઓ 10 કિ.મી. ચાલ્યા, સહસ્ત્રધારા-ટપકેશ્વરમાં પૂર,
  • ઉત્તરાખંડમાં વાદળફાટથી ગુજરાતીઓ ફસાયા : દેહરાદૂનમાં માટી ધસી-રસ્તા તૂટ્યા, 13 લોકોના મોત
  • દેહરાદૂન વાદળફાટવાથી ગુજરાતી પ્રવાસીઓ ફસાયા, તંત્ર સામે મદદની ગુહાર

સુરત : ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં 15-16 સપ્ટેમ્બર, 2025ની રાત્રે વાદળફાટવા (cloudburst)થી ભારે વરસાદ અને પૂર આવ્યું છે. આ અચાનક આવેલા પૂરના કારણે 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ સહિત અનેક લોકો દહેરાદૂનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. સહસ્ત્રધારા, મલદેવતા, સંતલા દેવી અને દલનવાલા વિસ્તારોમાં તબાહી મચી છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ફસાયેલા ગુજરાતીઓએ ત્યાંની સ્થિતિ વર્ણવી છે. વીડિયોમાં બેગ લઈને રસ્તા પર 10 કિલોમીટર ચાલતા લોકોના દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર પર રોષ વ્યક્ત કરતા ફસાયેલા પ્રવાસીઓએ ઝડપી મદદની માંગ કરી છે.

જીવના જોખમે પ્રવાસીઓએ ચાલતી પકડી

વાદળ ફાટવાના કારણે અચાનક આનેલા પૂર વચ્ચે સુરત અને વલસાડના પ્રવાસીઓએ પોતાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ચાલતી પકડી છે. પરંતુ જીવના જોખમે એકદમ ખતરનાક રસ્તાઓ પર ચાલવા માટે મજબૂર બન્યા છે. વિષમ રસ્તાઓ ઉપર ચાલવા માટે પ્રવાસીઓ જીવના જોખમે ચાલીને ઘરની વાટ પકડી છે. તેઓ ગમે તે ભોગે બહાર નિકળવાની કોશિશ કરી રહ્યાં છે. હાલમાં તેમને સરકાર તરફથી કે તંત્ર તરફથી કોઈ સહાય મળી રહી નથી. તે છતાં પણ તેઓ દહેરાદૂનથી ચાલતા જ બહાર નિકળવા માટે બેગો સાથે ચાલતા થઈ ગયા છે, તેમાંથી લગભગ અનેક લોકોએ 10 કિલોમીટર તો ચાલી નાંખ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો- કોંગ્રેસે રાજ્યના આરોગ્ય વિભાગ સામે લગાવ્યા ગંભીર આરોપ

Advertisement

વાદળફાટથી તબાહી : સહસ્ત્રધારા-મલદેવતામાં પૂર

દેહરાદૂનમાં છેલ્લી 12 કલાકમાં ભારે વરસાદથી સહસ્ત્રધારા, ચંદ્રભાગા અને તમસા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સહસ્ત્રધારા, મલદેવતા, સંતલા દેવી અને દલનવાલા વિસ્તારોમાં તબાહીના મંજર જોવા મળી રહ્યાં છે. હોસ્પિટલ, દુકાનો, હોટેલો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે. ચાર લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. તો 500થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. NDRF અને SDRF ટીમો કાર્યરત છે, અને 100 વિદ્યાર્થીઓને પૌન્ડા વિસ્તારના દેવભૂમિ ઇન્સ્ટિટ્યૂટમાંથી બચાવવામાં આવ્યા છે.

ગુજરાતી પ્રવાસીઓએ ચાલતી પકડી, કોઈ જ વ્યવસ્થા ન મળી

50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ જેમાં સુરત, વલસાડ અને અમદાવાદના લોકો સામેલ હોવાની માહિતી સામે આવી છે. તેઓએ સ્થિતિ વર્ણવી છે કે માટી ધસી પડેલી છે, રસ્તા તૂટ્યા છે અને લોકો બેગ લઈને 10 કિલોમીટરથી વધારે ચાલ્યા છે. વીડિયોમાં દેખાય છે કે લોકો પોતાનો સામાન લઈને રસ્તા પર ચાલી રહ્યા છે, અને તંત્ર પાસે મદદનો અભાવ છે. ફસાયેલા ગુજરાતીઓએ દેહરાદૂન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો અને ઝડપી મદદની માંગ કરવામાં આવી છે.

ઉત્તરાખંડ CMની દેખરેખ : NDRF-SDRF કાર્યરત, શાળાઓ બંધ

ઉત્તરાખંડ CM પુષ્કર સિંહ ધમીએ દેહરાદૂનના કેસરવાલા-મલદેવતા વિસ્તારમાં રાહત કાર્યોનું મૂલ્યાંકન કર્યું. તેમણે X પર ટ્વીટ કરીને કહ્યું, "દુર્ઘટનામાં રાહત અને રેસ્ક્યુ કાર્યો યુદ્ધના પ્રમાણે ચાલી રહ્યા છે. અમે દરેક અસરગ્રસ્ત પરિવારની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ." NDRF અને SDRF ટીમો કાર્યરત છે, અને દેહરાદૂનમાં ક્લાસ 1થી 12 સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 100 વિદ્યાર્થીઓને પૌન્ડા વિસ્તારના દેવભૂમિ ઇન્સ્ટિટ્યૂટમાંથી બચાવવામાં આવ્યા છે.

ફસાયેલા પ્રવાસીઓએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો અને ઝડપી મદદની માંગ કરી છે. વીડિયોમાં દેખાય છે કે લોકો બેગ લઈને રસ્તા પર 10 કિલોમીટર ચાલીને બહાર નીકળી રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓએ જણાવ્યું કે તંત્ર પાસે મદદનો અભાવ છે, અને તેઓ સુરત-વલસાડથી આવ્યા હતા. ગુજરાત સરકારે પણ મદદની ખાત્રી આપી છે.

આ પણ વાંચો- SBI ગ્રાહક સેવા કેન્દ્રમાં છેતરપિંડીનો મોટો કેસ, 38થી વધુ ગ્રાહકો સાથે 62 લાખની છેતરપિંડી

Tags :
Advertisement

.

×