Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીધામમા આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ એક કરોડથી વધુની લુંટ

અહેવાલઃ રાકેશ કોટવાલ, ગાંધીધામ ગાંધીધામમાં એક આંગડિયા પેઢીમાં ચાર શખ્સો ભરબપોરે બંદૂકની અણીએ એક કરોડથી વધુની લુંટને અંજામ આપી બાઈક પર ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા DySP સહિત LCB પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આજે ભરબપોરે...
ગાંધીધામમા આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ એક કરોડથી  વધુની લુંટ
Advertisement

અહેવાલઃ રાકેશ કોટવાલ, ગાંધીધામ

ગાંધીધામમાં એક આંગડિયા પેઢીમાં ચાર શખ્સો ભરબપોરે બંદૂકની અણીએ એક કરોડથી વધુની લુંટને અંજામ આપી બાઈક પર ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા DySP સહિત LCB પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Advertisement

આજે ભરબપોરે શહેરના જવાહર ચોક-ખન્ના માક્રેટ રોડ પર આવેલી પી.એમ. એન્ટરપ્રાઈઝ આંગડીયાપેઢીમાંથી ચાર શખ્સો બંદૂકની અણીએ એક કરોડથી વધુની લુંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

Advertisement

લુંટનો ભોગ બનનાપર આગંડિયા પેઢીની અંદર આઠથી વધુ લોકો હાજર હતા સીસીટીવીમાં જોવા મળ્યુ હતું કે ચાર લોકો હેલ્મેટ પહેરીને અંદર આવે છે. અને પછી છુપાવેલી રિવોલ્વર જેવું હથિયાર બતાવીને પેઢીમાંથી બે બેગની રીતસર લુંટ ચલાવીને પલાયન થઈ જાય છે. આરોપીઓના નાસી છુટયા પછી ડરી ગયેલા તમામ લોકો ઓફિસ માંથી બહાર આવે છે. અને ઉભી બજારે ચોર-ચોર ના નારા લગાવે છે. જોકે ત્યાં સુધીમાં બે બાઈક પર આરોપીઓ નાસી છુટયા હતા.

ઘટનાની જાણ થતા DySP સહિત LCB પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફુટેઝના આધારે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.  પોલીસે જણાવ્યુ હતું કે હાલે વિવિધ ટીમો કામે લાગી છે. અને હાલ ભોગ બનાનાર અને આસપાસના લોકોને નિવેદન પરથી વિવિધ દિશામાં કામગીરી ચાલી રહી છે.બે માસ અગાઉ આજ આંગડિયાપેઢીના કર્મચારી ઉપર ફાયરિંગ કરી 42 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

Tags :
Advertisement

.

×