Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેની પાસે રૂપિયા હશે તે દૂધધારા ડેરી ની ચૂંટણી જીતશે - મનસુખ વસાવા

દૂધધારા ડેરી ના કૌભાંડ નામદાર હાઇકોર્ટમાં પણ પેન્ડિંગ હોવાના પત્રકાર પરિષદમાં આક્ષેપ
જેની પાસે રૂપિયા હશે તે દૂધધારા ડેરી ની ચૂંટણી જીતશે   મનસુખ વસાવા
Advertisement
  • સાંસદ મનસુખ વસાવાએ કહ્યું જેની પાસે રૂપિયા હશે તે દૂધધારા ડેરી ની ચૂંટણી જીતશે
  • ભરૂચની દૂધધારા ડેરી 150 કરોડના દેવામાં હોવાનો અરુણસિંહ રણાનો આક્ષેપ
  • દૂધધારા ડેરીના ઘનશ્યામ પટેલ સાથે ગરુડેશ્વર પોલીસ મથકમાં પણ 10 કરોડની ઉંચાપતની ફરિયાદ હોવાના આક્ષેપ
  • દૂધધારા ડેરી ના કૌભાંડ નામદાર હાઇકોર્ટમાં પણ પેન્ડિંગ હોવાના પત્રકાર પરિષદમાં આક્ષેપ
  • સાધારણ સભામાં ભ્રષ્ટાચાર થયો હોવાના સવાલો વચ્ચે તપાસ પણ થઈ હતી

ભરૂચ : દૂધધારા ડેરી ની ચૂંટણીને લઇ સાંસદ મનસુખ વસાવા એ પણ પોતાની પ્રતિક્રિયા રજુ કરી છે. તેમણે દૂધધારા ચૂંટણીને લઈને નિવેદન આપતા કહ્યું છે કે, જે પેનલ પાસે વધારે પૈસા હશે તે દૂધધારા ડેરીની ચૂંટણીમાં જીતશે. જોકે, આ દરમિયાન તેમણે એક ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, ભાજપની સામે ભાજપની અપક્ષ પેનલ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઊતરી છે જે પક્ષ માટે ગંભીર બાબત છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં કઈ પેનલ રાજ કરશે તે આવતીકાલે ચૂંટણીની મતદાન પ્રક્રિયા બાદ મત ગણતરીમાં થશે, પરંતુ પ્રકાશ દેસાઈ જેવા લોકોને બિનહરીફ કર્યા છે તેની સામે સાંસદે વાંધો ઉઠાવ્યો છે.

દૂધધારા ડેરીની પેનલ અપક્ષ માંથી ઊભી કરનાર જીગ્નેશ પટેલે પણ પત્રકાર પરિષદમાં હાજર રહી આક્ષેપ કર્યા છે કે મને ભાજપે ભલે સસ્પેન્ડ કર્યો પરંતુ સહકારી મંડળીમાં થતા ભ્રષ્ટાચારના કારણે આજે પેનલ ઉતારી છે ભરૂચના ખોબા જેવા ગામોમાંથી એક એક લાખ લીટર દૂધ આવતું હોય તે પણ શંકાના ડાયરામાં છે પરંતુ સરવાળે દૂધધારા ડેરીમાં મોટા ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો પણ તેઓએ કરી પોતાની પેનલ જીતીને આવનાર સમયમાં દૂધધારા ડેરીમાં થતા ભ્રષ્ટાચારોને ખુલ્લા ફાળશે તેઓ પણ આસવાદ વ્યક્ત કર્યો છે.

Advertisement

દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે આક્ષેપ

Advertisement

ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે તેવામાં અપક્ષ પેનલે પત્રકાર પરિષદ સંબોધીને દૂધધારા ડેરીના કરોડોના કૌભાંડ ઉંચાપતની પોલીસ ફરિયાદ નામદાર હાઇકોર્ટમાં થયેલા કેસો અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. દૂધધારા ડેરીના ડિરેક્ટર સહિતના લોકોએ પેનલ ઊભી કરી દૂધધારા ડેરીના ચાલતા ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવામાં આવ્યા હતા. જોકે, બંને પેનલ ભાજપ પ્રેરિત જ હોવાનું કહીને બંને પક્ષે જીતવાની આશાઓ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- Vadodara : કારની અડફેટે આવ્યા અનેક વાહનો, ચાલક નશામાં હોવાનું અનુમાન, એક ગંભીર

દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જ અપક્ષ પેનલમાં ચૂંટણી લડી રહી છે. 19મી સપ્ટેમ્બરના રોજ દૂધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થવાની છે. આ વચ્ચે બંને તરફની પેનલ એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે.

દૂધધારા ડેરીની ચૂંટણીમાં સહકારી મંડળીના કિંગ ગણાતા અરુણસિંહ રણાએ પોતાની પેનલ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તો દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે તેમની પેનલ ઉપર અનેક આક્ષેપ કર્યા હોવાથી અરુણસિંહ રાણાની અપક્ષ પેનલે પત્રકાર પરિષદ યોજીને દૂધધારા ડેરીમાં ભ્રષ્ટાચારો ચાલી રહ્યાં હોવાના અનેક આરોપો લગાવ્યા હતા.

અરુણસિંહ રણાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા કહ્યું હતું કે કરોડો રૂપિયાનું ટન ઓવર ધરાવતી દૂધધારા ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.  તેમણે કહ્યું કે,  દૂધધારા ડેરી 18 વર્ષથી ઘનશ્યામ પટેલ કારભાર કરી રહ્યાં છે અને અમે જ તે સમયે તેમને ઓળખ્યા વગર બેસાડી દીધા હતા. અમે આજે  પશુપાલકોના આરોપ સ્વીકારીએ છીએ કે, દૂધધારામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. તે ઉપરાંત પશુપાલકોએ માંગણી કરી હતી કે દૂધધારા નવા સભ્યો ચૂંટાઈને આવવું જોઈએ, તે બાબતને પણ હવે અમે ગંભીરતાપૂર્વક લઈ રહ્યાં છીએ.

અરુણસિંહ રણાએ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે, સાધારણ સભામાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આદિવાસી આયોગ મંડળીઓની પણ તપાસ રજીસ્ટારોએ કરી છે. ભૂતકાળમાં 86ની નોટિસ તથા તપાસનો રિપોર્ટ તેમજ 76ની પણ નોટિસ તથા ફોજદારી રાહે પણ કાર્યવાહી કરી ડેરીને કરેલું નુકસાન રિકવર તથા ચેરમેનને પદ પરથી દૂર કરવા માટે પણ તમામ પ્રયાસો થયા હતા. તે ઉપરાંત તેમણે કહ્યું કે,  ઘનશ્યામ પટેલ ઉપર ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં 10 કરોડની ઉચાપતની ફરિયાદ પેન્ડિંગ હોવાના તેમજ નામદાર હાઇકોર્ટમાં પણ બે જજની બેંચમાં પેન્ડિંગ હોવાના કારણે ટૂંક જ સમયમાં સસ્પેન્ડ તો થવાના જ છે.

આ પણ વાંચો- Ahmedabad : વેપારીને ગોંધી રાખી ફટકાર્યા બાદ લૂંટ ચલાવનારી ટપોરી ગેંગ અમદાવાદ પોલીસના ડરથી ફરાર

અરુણસિંહ રણાએ વધુમાં જણાવ્યું કે, પશુપાલકોને યોગ્ય રીતે ભાવ ફેર ચૂકવવામાં આવ્યો નથી. તેથી હવે સહકારી મંડળીનું શુદ્ધિકરણ લાવવું છે તેવા હેતુથી જ આજે ભાજપની વિચારધારા સાથે અપક્ષ પેનલે દૂધધારા ડેરીમાં ઝંપલાવ્યું છે. આ દરમિયાન તેમણે આશા વ્યક્ત કરી હતી કે, અમારા 15એ 15 ઉમેદવારો જીતવાના છે, જેમાં એક તો બિનહરીફ થઈ ગયા છે.

 ચૂંટણી પતવા દો પોળી પોળી થઈ જશે :- અરુણસિંહ રણા

દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપની સામે ભાજપની અપક્ષ પેનલ ઉતરી છે જે પેનલના કર્તાહર્તા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા છે અને તેઓએ અંતિમ સમયમાં પણ પત્રકાર પરિષદ સંબોધીને દૂધધારા ડેરીમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કહ્યું હતું કે ચૂંટણી બાદ કોર્ટ દ્વારા  ભ્રષ્ટાચારીઓની પહોળી થઈ જશે તેમ કહી ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે

દૂધધારા ડેરી 151 કરોડ ના દેવાના :- જીગ્નેશ પટેલ

દૂધારા ડેરીમાં ડિરેક્ટર તરીકે રહેલા જીગ્નેશ પટેલે પણ અરુણસિંહ રણાની અપક્ષ પેનલમાંથી ઉમેદવારી કરી છે અને તેઓએ પણ પત્રકાર પરિષદમાં હાજર રહીને કહ્યું હતું કે દૂધધારા ડેરીમાં મસમોટા કૌભાડો થયા છે. હાલમાં દૂધધારા ડેરી 151 કરોડના દેવામાં છે. તદ્દ ઉપરાંત ચેરમેન સાહેબ ઉપર ગરુડેશ્વરના પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ છે અને હાઇકોર્ટમાં પણ ડેરી મુદ્દે કેસ ચાલી રહ્યો છે પરંતુ તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ ત્રણ ટર્મથી હોવાના કારણે બધી વાત દબાતી આવી હતી પરંતુ હવે ખુલ્લી પડશે તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો.

પત્રકાર પરિષદમાં દૂધધારા ડેરી ઉપર થયેલા આક્ષેપ મુદ્દે ઘનશ્યામ પટેલે કહ્યું આક્ષેપ તો થયા કરે...

પત્રકાર પરિષદમાં દૂધધારા ડેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે થયેલા ગંભીર આક્ષેપોનો જવાબ આફતા ધનશ્યામ પટેલે જણાવ્યું કે, મંડળીના સભ્યોને જેની ઉપર વિશ્વાસ હશે તેને મતદાન કરશે અને આ બધું  ચૂંટણી બાદ ખુલ્લું થઈ જશે. ચૂંટણી પછી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તેમણે વધુમાં કહ્યું કે, આક્ષેપ કરવાવાળા આક્ષેપ કર્યા કરશે.

પ્રકાશ દેસાઈ જ ડેરીમાં રાજ કરશે :- અરુણસિંહ રણા

તો બીજી તરફ અરૂણસિંહ રાણાએ જણાવ્યું કે, દૂધધારા ડેરીની ચૂંટણી પ્રકાશ દેસાઈ અને જીગ્નેશ પટેલ જીતીને ડેરીમાં રાજ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડેરીમાંથી એટલે કે સહકારી મંડળીમાંથી ભ્રષ્ટાચારનું ભૂત કાઢીને સહકારી ક્ષેત્રનું શુદ્ધિકરણ કરવામાં આવશે.  તે ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, દૂધધારા ચૂંટણી પછી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો- Daskroi Mamlatdar : અમદાવાદની દસ્ક્રોઈ મામલતદાર કચેરીમાં ભારે ભ્રષ્ટાચાર, એસીબીની ટીમને ફરીથી એક લાંચિયો હાથ લાગ્યો

Tags :
Advertisement

.

×