Vadodara : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના VC તરીકે પ્રો. ભાલચંદ્ર ભાણગે નિમાયા
- MSU નું તંત્ર મહિનાઓ સુધી ઇન્ચાર્જ વીસીના સહારે ચાલ્યું
- પૂર્વ વીસી વિજય કુમાર શ્રીવાસ્તવે કોર્ટમાં રાજીનામું આપ્યું હતું
- આજે નવા વીસી તરીકે પ્રોફેસર ભાલચંદ્ર ભાણગેની જાહેરાત કરાઇ
Vadodara : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - Vadodara) ના વાઇસ ચાન્સેલર તરીકે પ્રોફેસર ભાલચંદ્ર મહાદેવ ભાણગેની (Prof Bhalchandra Bhanage Appointed As VC, MSU - Vadodara) નિમણૂંક કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષ માટે તેઓ મહારાજા સયાજીરાવ યુનિ.ના વાઇસ ચાન્સેલર તરીકેના પર પર રહેશે. વિતેલા કેટલાય મહિનાઓથી યુનિ.ના ઇન્ચાર્જ વીસી તરીકેનો ચાર્જ પ્રોફેસર ધનેશ પટેલને સોંપવામાં આવ્યો હતો. મહિનાઓ સુધી ઇન્ચાર્જ વીસીના સહારે યુનિ.નું તંત્ર ચાલ્યું હતું. આખરે આ ઇંતેજાર ખતમ થયો છે.
પાંચ વર્ષ માટે વાઇસ ચાન્સેલર તરીકે સેવાઓ આપશે
મહારાજા સયાજીરાવ યુનિ.ના વાઇસ ચાન્સેલર તરીકે પ્રોફેસર ભાલચંદ્ર મહાદેવ ભાણગે (Prof Bhalchandra Bhanage Appointed As VC, MSU - Vadodara) ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ મુંબઇની જાણીતી ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજીના રસાયણશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. આગામી પાંચ વર્ષ માટે તેઓ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવાઓ આપશે. આ પહેલા મહિનાઓ સુધી ઇન્ચાર્જ વીસી તરીકે ધનેશ પટેલે ફરજ બજાવી હતી. મહિનાઓ સુધી વાટ જોયા બાદ આજે યુનિ.ને નવા વીસી મળ્યા છે.
આખું તંત્ર તેમનાથી ત્રાહિમામ પોકારી ગયું હતું
મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ પોતાની આપખુદશાહીના કારણે જાણીતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન યુનિ.નું આખું તંત્ર તેમનાથી ત્રાહિમામ પોકારી ગયું હતું. એટલું જ નહીં, તેમણે લાયકાય નહીં હોવા છતાં યુનિ.ના વીસી તરીકે પદ પર ચીટકી રહ્યા હતા. ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ વિરૂદ્ધ યુનિ.ના પ્રોફેસર સતિષ પાઠકે મોરચો ખોલ્યો હતો. તેઓ આ સમગ્ર મામલાને કોર્ટમાં લઇ ગયા હતા. જ્યાં ડો. વિજય કુમાર શ્રીવાસ્તવે પોતાનું રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ યુનિ.ના ઇન્ચાર્જ વીસી તરીકેનો ચાર્જ પ્રોફેસર ધનેશ પટેલને સોંપવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં મહિનાઓ સુધી યુનિ.નું તંત્ર ચાલ્યું હતું. આખરે આજે ગુજરાતના રાજ્યપાલ દ્વારા વીસી (Prof Bhalchandra Bhanage Appointed As VC, MSU - Vadodara) ની નિમણૂંક કરવામાં આવી છે. જેને પગલે યુનિ. વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો ----- Vadodara : ગૌમય ગણેશ પ્રતિમાથી ગાયોને આત્મનિર્ભર બનાવવાનો દંપતીનો પ્રયાસ


