Bullet Train Update : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરનો પુલ પૂર્ણ
- ગુજરાતમાં નિર્માણ થનારા કુલ 21 નદી પુલમાંથી આ 17 મો પુલ પૂર્ણ
- આ પુલ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 3 કિલોમીટર દૂર છે
- પુલનું નિર્માણ SBS (સ્પાન બાય સ્પાન) પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું
BULLET TRAIN UPDATE : નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર માટે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER - VADODARA) પર 80 મીટર લાંબા પુલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં નિર્માણ થનારા કુલ ૨૧ નદી પુલમાંથી આ ૧૭મો પૂર્ણ થયેલો પુલ છે. આ પુલ વડોદરા-સુરત વેસ્ટર્ન રેલવેની મુખ્ય લાઈનને સમાંતર છે.
The river bridge over Vishwamitri River in Vadodara district is now complete for the Mumbai-Ahmedabad Bullet Train project. This is the 17th of the total 25 bridges(21 in Gujarat and 4 in Maharashtra) to be constructed for the Bullet Train project. pic.twitter.com/mUI3GkavFe
— NHSRCL (@nhsrcl) August 6, 2025
અન્ય સ્થળોએ કામગીરી ચાલુ
પુલના નિર્માણમાં વિશેષ યોજના અને વડોદરા મહાનગરપાલિકા (VADODARA - VMC) સહિતના સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું, કારણ કે વડોદરા એક વ્યસ્ત શહેરી કેન્દ્ર છે. બુલેટ ટ્રેન (Bullet Train Update) ની લાઈનદોરી વિશ્વામિત્રી નદી પરથી વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં ૯ અલગ અલગ જગ્યાએ પસાર થાય છે, જેમાંથી મુખ્ય નદી પુલ સિવાયના ૩ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યા છે અને અન્ય સ્થળોએ કામગીરી ચાલુ છે.
12 પાઇલ્સ મૂકવામાં આવ્યા
આ પુલની (Bullet Train Update) લંબાઈ 80 મીટર છે, જેમાં દરેક 40 મીટરના બે સ્પાન છે. જેનું નિર્માણ SBS (સ્પાન બાય સ્પાન) પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. તેમાં ૩ ગોળાકાર થાંભલા છે, જેનો વ્યાસ ૫.૫ મીટર અને ઊંચાઈ ૨૬ થી ૨૮.૫ મીટર છે. દરેક થાંભલા પર ૧.૮ મીટર વ્યાસ અને ૫૩ મીટર લંબાઈના 12 પાઇલ્સ મૂકવામાં આવ્યા છે. આ પુલ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 3 કિલોમીટર દૂર છે.
25 પૈકી 21 પુલ ગુજરાતમાં આવેલા છે
MAHSR કોરિડોરમાં કુલ ૨૫ નદીના પુલ છે, જેમાંથી ૨૧ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં આવેલ ૧૭ નદીઓ જેવી કે પાર, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ઔરંગ, વેંગણિયા, મોહર, ધાધર, કોલક, વાત્રક, કાવેરી, ખરેરા, મેશ્વ, કીમ, દારોઠા, દમણ ગંગા અને વિશ્વામિત્રી નદીઓ પર પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.
આ પણ વાંચો ---- LIQUOR SCAM : વડોદરામાં દારૂ ભરેલુ કન્ટેનર પકડાયા બાદ કારની શંકાસ્પદ હિલચાલ, વાયરલ વીડિયોમાં પોલ ખુલી


