Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈ ATS ની મોટી કાર્યવાહી, લોકસભા ચૂંટણીમાં મતદાન કરનારા 4 બાંગ્લાદેશીઓ ઝડપાયા

મુંબઈ ATS એ એક મોટી કાર્યવાહીમાં નકલી દસ્તાવેજો (Fake Documents) સાથે મુંબઈ (Mumbai) માં રહેતા 4 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ (Arrested) કરી છે. આ સિવાય ATS એ વધુ 5 બાંગ્લાદેશીઓને ઓળખી કાઢ્યા છે, જેમની શોધ ચાલી રહી છે. ATS એ ખુલાસો...
મુંબઈ ats ની મોટી કાર્યવાહી  લોકસભા ચૂંટણીમાં મતદાન કરનારા 4 બાંગ્લાદેશીઓ ઝડપાયા
Advertisement

મુંબઈ ATS એ એક મોટી કાર્યવાહીમાં નકલી દસ્તાવેજો (Fake Documents) સાથે મુંબઈ (Mumbai) માં રહેતા 4 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ (Arrested) કરી છે. આ સિવાય ATS એ વધુ 5 બાંગ્લાદેશીઓને ઓળખી કાઢ્યા છે, જેમની શોધ ચાલી રહી છે. ATS એ ખુલાસો કર્યો છે કે, આરોપીઓએ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માં પણ મતદાન (Voting) કર્યું હતું કારણ કે તેઓએ નકલી નાગરિકતાના દસ્તાવેજો (Fake Citizenship Documents) ના આધારે મતદાર ઓળખ કાર્ડ (Voter Identity Cards) પણ મેળવ્યા હતા.

નકલી દસ્તાવેજો સાથે બાંગ્લાદેશીઓની ધરપકડ 

આ કેસમાં ATSએ IPCની કલમ 465, 468, 471, 34 અને ભારતીય પાસપોર્ટ એક્ટની કલમ 12 (1A) હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે એક સૂચનાના આધારે, એટીએસના જુહુ યુનિટે તાજેતરમાં રિયાઝ હુસૈન શેખ (33), સુલતાન સિદ્ધિયાઉ શેખ (54), ઇબ્રાહિમ શફીઉલ્લા શેખ (44) અને ફારૂક ઉસ્મંગાની શેખ (39)ની ધરપકડ કરી છે. પકડાયેલા બાંગ્લાદેશીઓ નકલી દસ્તાવેજો દ્વારા લાંબા સમયથી મુંબઈના જુદા જુદા ભાગોમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અહીં સૌથી મોટી વાત એ છે કે, તેમણે ગયા મહિને લોકસભાની ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું.

Advertisement

Advertisement

ઘણા વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં કર્યો પ્રવેશ

સૌથી મોટી વાત એ છે કે, હુસૈન શેખ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ, બાંગ્લાદેશના વતની, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હતા. ઘણા વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ભારતીય પાસપોર્ટ મેળવવા માટે સુરત, ગુજરાતના રહેવાસી હોવાના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

વધુ 5 ની ઓળખ થઈ

તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સિવાય એ પણ બહાર આવ્યું છે કે આ જ રીતે વધુ 5 લોકોએ પાસપોર્ટ મેળવ્યા હતા અને તેમાંથી એક કામ માટે સાઉદી અરેબિયા ગયો હતો. અધિકારીએ કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને તેઓ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા કે કેમ તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની અટકળો! શિંદે અને અજીત પવારના MLA કરી શકે છે બળવો

આ પણ વાંચો - Mohan Bhagwat : “1 વર્ષ પછી પણ મણિપુરમાં શાંતિ નથી તે દુ:ખદ..”

Tags :
Advertisement

.

×