Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : હાજી અલી દરગાહમાં બોમ્બ છે! ધમકીભર્યો ફોન આવતાં ખળભળાટ મચ્યો, જાણો પોલીસે શું કહ્યું...

મુંબઈની પ્રખ્યાત હાજી અલી દરગાહને બોમ્બની ધમકી મળી ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી ફોન કરનાર આરોપીએ પોતાનું નામ પવન કહ્યું હતું - મુંબઈ પોલીસ મુંબઈ (Mumbai)ની પ્રખ્યાત હાજી અલી દરગાહને બોમ્બની ધમકી મળી છે. એક અધિકારીએ...
mumbai   હાજી અલી દરગાહમાં બોમ્બ છે  ધમકીભર્યો ફોન આવતાં ખળભળાટ મચ્યો  જાણો પોલીસે શું કહ્યું
Advertisement
  1. મુંબઈની પ્રખ્યાત હાજી અલી દરગાહને બોમ્બની ધમકી મળી
  2. ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી
  3. ફોન કરનાર આરોપીએ પોતાનું નામ પવન કહ્યું હતું - મુંબઈ પોલીસ

મુંબઈ (Mumbai)ની પ્રખ્યાત હાજી અલી દરગાહને બોમ્બની ધમકી મળી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે હાજી અલી દરગાહને ઉડાવી દેવાની ધમકીનો કોલ મળ્યા બાદ મુંબઈ (Mumbai) પોલીસે તપાસ શરૂ કરી છે. આ પહેલા હાજી અલી દરગાહ પર આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે હાજી અલી દરગાહ ટ્રસ્ટની ઓફિસ ફોન નંબર પર કોલ આવ્યો હતો. ફોન કરનાર શકમંદે કહ્યું કે હાજી અલી દરગાહમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. તેણે દરગાહને તાત્કાલિક જગ્યા ખાલી કરવા કહ્યું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેની માહિતી તાત્કાલિક મુંબઈ (Mumbai) પોલીસને આપવામાં આવી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Jammu and Kashmir ની રેલીમાં અમિત શાહે કહ્યું- 'આતંક દફન થઈ ગયો છે, હવે પાછા ફરવા નહીં દેવાય'

પવન નામના વ્યક્તિએ કર્યો હતો ફોન...

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોલ કરનાર આરોપીએ તેનું નામ પવન જણાવ્યું હતું. તે ફોન પર અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો અને દરગાહ વિશે વાંધાજનક વાતો પણ કરતો હતો. હાજી અલી દરગાહના વહીવટી અધિકારીની ફરિયાદના આધારે, કોલ કરનાર સામે મુંબઈ (Mumbai)ના Tardeo Police સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2), 352, 353(2) અને 353(3) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ અંગે Tardeo Police એ વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યક્તિનું સ્થાન શોધવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : UP ના CM એ ઘાટીના લોકોને આપ્યું વચન, કહ્યું- 'PoK ને જમ્મુ-કાશ્મીરમાં સામેલ કરવામાં આવશે'

અગાઉ પણ મળી છે ધમકીઓ!

નોંધનીય છે કે નવેમ્બર 2022 માં મુંબઈ (Mumbai) પોલીસના કંટ્રોલ રૂમમાં હાજી અલી દરગાહ પર આતંકી હુમલાનો ધમકીભર્યો કોલ આવ્યો હતો. બાદમાં, ઝીણવટભરી તપાસ દરમિયાન, સ્થળ પરથી કંઈ મળ્યું ન હતું. તપાસ કરતાં ફોન કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો : PM મોદીએ દેશને ત્રણ સુપર કોમ્પ્યુટર સમર્પિત કર્યા, ખાસિયતો જાણીને તમે ચોંકી જશો...

Tags :
Advertisement

.

×