Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઇના GOKHALE BRIDGE ની તસ્વીરો વાયરલ, એક વ્યક્તિ માંડ જઇ શકે તેવું ફૂટપાથ ટ્રોલ

GOKHALE BRIDGE : ફૂટપાથની બંને બાજુ ઊંચી કોંક્રિટની દિવાલો છે, જેના કારણે વ્યક્તિ પસાર થઈ શકે તેટલી જગ્યા જ નથી
મુંબઇના gokhale bridge ની તસ્વીરો વાયરલ  એક વ્યક્તિ માંડ જઇ શકે તેવું ફૂટપાથ ટ્રોલ
Advertisement
  • મુંબઇના ગોખલે બ્રિજને વર્ષોના ઇંતેજાર બાદ મે માસમાં સંપૂર્ણ ખુલ્લો મુકાયો
  • બ્રિજના ફૂટપાથ એટલા સાંકડા બનાવ્યા કે ઇન્ટરનેટ પર ટ્રોલ થયા
  • વાયરલ વીડિયો-તસ્વીરોમાં બ્રિજ પર ચોખ્ખાઇનો અભાવ પણ જોવા મળ્યો

GOKHALE BRIDGE : મુંબઈનો ગોખલે બ્રિજ (MUMBAI - DOKHLE BRIDGE) હાલ વિવાદમાં છે. પુલની બાજુમાં રાહદારીઓ માટે બનાવેલો ફૂટપાથ એટલો સાંકડો (NARROW FOOTPATH) છે કે, એક સમયે ફક્ત એક જ વ્યક્તિ તેના પર ચાલી શકે છે. આ બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ (SOCIAL MEDIA VIRAL) થઈ રહ્યો છે. તેનો બચાવ કરતા, BMC નું કહેવું છે કે, ફૂટપાથનો ફક્ત એક ભાગ જ સાંકડો હતો, આખો પટ નહીં.

સાંકડા ફૂટપાથની ટીકા થઈ રહી છે

વાયરલ વીડિયો- તસ્વીરોમાં જોવા મળે છે કે, ફૂટપાથની બંને બાજુ ઊંચી કોંક્રિટની દિવાલો છે, જેના કારણે વ્યક્તિ પસાર થઈ શકે તેટલી જગ્યા જ નથી. તે એટલું સાંકડું છે કે બે લોકો એકબીજા સાથે અથડાયા વિના ચાલી શકતા નથી. એટલું જ નહીં, નવો ખુલ્લો મુક્યો હોવા છતાં ફૂટપાથ ગંદો અને ઉપેક્ષિત દેખાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની અપેક્ષા હતી, પરંતુ હવે રાહદારીઓ તેની ડિઝાઇન પર સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, શું રાહદારીઓની સલામતીનો પણ વિચાર કરવામાં આવ્યો હતો.

Advertisement

પુલનું લંબાઇ-પહોળાઇ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુલની કુલ લંબાઈ 511 મીટર અને પહોળાઈ 27 મીટર છે, જેમાં બંને બાજુ પગપાળા ચાલવાના રસ્તાઓ અને 3+3 લેન વાહન માર્ગનો સમાવેશ થાય છે. રેલ્વે ટ્રેક ઉપર તેનો ગાળો 90 મીટર છે.

Advertisement

અકસ્માત બાદ પુલ ફરીથી બનાવવામાં આવ્યો હતો

હકીકતમાં, 2018 માં, રેલ્વે ટ્રેક પર બનેલા આ પુલનો એક ભાગ તૂટી પડતાં બે લોકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આ પછી, અધિકારીઓએ તેના પર ટ્રાફિક બંધ કરી દીધો અને મુંબઈના તમામ રેલ્વે પુલોનું સુરક્ષા ઓડિટ કરાવ્યું હતું. તે બાદ જૂનું માળખું તોડી પાડવામાં આવ્યું અને નવો પુલ બનાવવામાં આવ્યો હતો. પુલ બન્યા પછી, તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પશ્ચિમથી પૂર્વ તરફ હળવા વાહનોની અવરજવરને મંજૂરી આપતો પૂલનો પહેલો હિસ્સો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકાયો હતો.

મે મહિનામાં પુલ સંપૂર્ણપણે કાર્યરત થયો

મુંબઈના અંધેરી સ્થિત ગોખલે બ્રિજ 11 મે, 2025 ના રોજ જાહેર જનતા માટે સંપૂર્ણપણે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માળખાકીય કારણોસર તે લગભગ 7 વર્ષ સુધી બંધ રહ્યો હતો. જોકે, ફરીથી ખોલ્યાના બે મહિના પછી, તેને નબળા આયોજન અને ડિઝાઇન માટે ટીકાનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો ---- Uttarakhand: ત્રણ દિવસ વરસાદનું High Alert! અહીં મુશળધાર વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×