POLITICS : 'તમે બિહાર આવો..!', BJP MP નિશિકાંત દૂબેની રાજ ઠાકરેને ચેલેન્જ
- મરાઠી ભાષા બોલવા અંગે માર મારવાનો વિવાદ વકર્યો
- ભાજપના સાંસદે આક્રમક સ્વરે ઠાકરે બંધૂઓને ફેંક્યો પડકાર
- બંનેને મહારાષ્ટ્રની બહાર આવવા જણાવ્યું
POLITICS : બિહાર વિધાનસભા ચૂંટણી (BIHAR ELECTION) અને બીએમસી ચૂંટણી (BMC ELECTION) પહેલા મુંબઈમાં બિન-મરાઠા, (MARATHI LANGUAGE CONTROVERSY) ખાસ કરીને હિન્દી ભાષીઓ સામે હિંસા અને હિન્દીના વિરોધનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. ભાજપ સહિત ઘણા રાજકીય પક્ષોએ આ મુદ્દે રાજ ઠાકરે અને તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની ટીકા કરી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે (BJP MP NISHIKANT DUBEY) એ પોતાના તાજેતરના હુમલામાં રાજ ઠાકરેને ખુલ્લેઆમ પડકાર ફેંકતા કહ્યું કે, જો તેમની હિંમત હોય તો મહારાષ્ટ્રમાંથી બહાર નીકળે અને આવો પ્રયાસ કરે. દુબેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "જો તમે આટલા મોટા બોસ છો તો બિહાર આવો. ઉત્તર પ્રદેશ આવો. તમિલનાડુ આવો. અમે તમને પટકીશું."
#WATCH | Guwahati, Assam | On Raj Thackeray's remark 'beat but don't make a video', BJP MP Nishikant Dubey says, "...You people are surviving on our money. What kind of industries do you have?... If you are courageous enough and beat those who speak Hindi, then you should beat… pic.twitter.com/gRvAjtD0iW
— ANI (@ANI) July 7, 2025
'તુમકો પટક પટક કે મારેંગે'
ગુવાહાટીમાં નિશિકાંત દુબેએ રાજ ઠાકરેનું નામ લીધા વિના કહ્યું, "...તમે લોકો અમારા પૈસાથી ગુજરાન ચલાવો છો. તમારી પાસે કેવા પ્રકારના ઉદ્યોગો છે ? જો તમારામાં હિન્દી ભાષીઓને મારવાની હિંમત હોય, તો તમારે ઉર્દૂ, તમિલ અને તેલુગુ ભાષીઓને પણ મારવા જોઈએ. જો તમે આટલા મોટા 'બોસ' છો, તો મહારાષ્ટ્રમાંથી બહાર આવો, બિહાર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ આવો - 'તુમકો પટક પટક કે મારેંગે' (અમે તમને પટટીશું)."
અમે મરાઠી અને મહારાષ્ટ્રના લોકોનો આદર કરીએ છીએ
દુબેએ વધુમાં કહ્યું કે, અમે ભારતની સ્વતંત્રતા માટે લડનારા તમામ મરાઠી અને મહારાષ્ટ્રના લોકોનું સન્માન કરીએ છીએ. BMCની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તેથી જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ગંદી રાજનીતિ રમી રહ્યા છે. જો તેમનામાં હિંમત હોય તો - તેમણે માહિમ જઈને માહિમ દરગાહની સામે કોઈપણ હિન્દી કે ઉર્દૂ ભાષી વ્યક્તિને માર મારવો જોઈએ.
તમે કોની રોટલી ખાઓ છો ?
આક્રમક સ્વરે દુબેએ ઠાકરે બંધુઓને પૂછ્યું, "તમે કોની રોટલી ખાઓ છો ? ટાટા, બિરલા, રિલાયન્સ પાસે મહારાષ્ટ્રમાં એકમો પણ નથી. ટાટાએ તત્કાલીન બિહારમાં પોતાની પહેલી ફેક્ટરી બનાવી હતી. તમે અમારા પૈસાથી ખીલી રહ્યા છો, તમે કયો ટેક્સ ભરો છો ? તમારી પાસે કયો ઉદ્યોગ છે ? મધ્યપ્રદેશ પાસે ખાણ છે, ઓડિશા પાસે છે પણ તમારી પાસે કઈ ખાણો છે ? જો રિલાયન્સ પાસે રિફાઇનરી છે, તો તેણે ગુજરાતમાં પણ તે સ્થાપી છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ પણ ગુજરાતમાં આવી રહ્યો છે,
તમે શું કરવા માંગો છો તે મને કહો"
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મુંબઈ નજીક મીરા રોડ પર મનસે કાર્યકરોએ એક ફૂડ સ્ટોલના માલિકને મરાઠી ન બોલવા બદલ માર માર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યમાં રાજકીય વિવાદ વધી ગયો હતો. થોડા દિવસો પહેલા પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સમર્થકોએ રોકાણકાર સુશીલ કેડિયાના વરલી ઓફિસ પર હુમલો કર્યો હતો. કેડિયાએ સોશિયલ મીડિયા પર મરાઠી ના શીખવા અંગે પોસ્ટ કરી હતી, અને રાજ ઠાકરેને "તમે શું કરવા માંગો છો તે મને કહો" તેવી ચેતવણી આપી હતી, જેના પછી આ હુમલો થયો હતો. ત્યારબાદ સવારે મનસેના સમર્થકોએ કેડિયાની ઓફિસના કાચના દરવાજા પર નાળિયેર ફેંક્યું હતું અને ઠાકરે અને મરાઠીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પણ વાંચો ---- MUMBAI : MNS નેતાના પુત્રએ અર્ધનગ્ન થઇ તોફાન મચાવ્યું, રાખી સાવંતની મિત્રનો આરોપ


