Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai Ganesh Visarjan: 400 કિલો RDXથી ઉડાવી દઈશું મુંબઈ, શહેરમાં 14 PAK આતંકીઓ ઘૂસ્યા

Mumbai Ganesh Visarjan: મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે જેમાં ગણેશ વિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે તેવું જણાવ્યું
mumbai ganesh visarjan  400 કિલો rdxથી ઉડાવી દઈશું મુંબઈ  શહેરમાં 14 pak આતંકીઓ ઘૂસ્યા
Advertisement
  • Mumbai Ganesh Visarjan:ગણેશ વિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે
  • મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો મેસેજ
  • 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા

Mumbai Ganesh Visarjan: મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ગણેશ વિસર્જન સમયે 1 કરોડ લોકો મરશે તેવો મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ આવ્યો છે. આ ધમકીભર્યો મેસેજ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં 34 વાહનોમાં હ્યૂમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને વિસ્ફોટ પછી આખું મુંબઈ હચમચી જશે.

Advertisement

14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે

આ ઉપરાંત પોતાને "લશ્કર-એ-જેહાદી" નામનું સંગઠન ગણાવતા વ્યક્તિએ લખ્યું છે કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ન્યૂઝ એજન્સી PTIએ પણ આ ન્યૂઝની પુષ્ટી કરી છે.

Advertisement

Mumbai Ganesh Visarjan: મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે

આ ધમકીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે, જે 1 કરોડ લોકોના જીવ લઈ શકે છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ ભારતના સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાંનું એક છે. પોલીસ આ ધમકીની દરેક રીતે તપાસ કરી રહી છે.

મુંબઈમાં મોટા બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલા વિશે જાણો....

  • 12 માર્ચ 1993 - મુંબઈ સિરિયલ બ્લાસ્ટ.
  • 2 ડિસેમ્બર 2002 - ઘાટકોપર બસમાં બોમ્બ વિસ્ફોટ.
  • 27 જાન્યુઆરી 2003 - વિલે પાર્લે સાઇકલ બોમ્બ વિસ્ફોટ.
  • 13 માર્ચ 2003 - મુલુંડ ટ્રેન બોમ્બ વિસ્ફોટ.
  • 28 જુલાઈ 2003 - ઘાટકોપર બસ બ્લાસ્ટ (બીજી વખત)
  • 25 ઓગસ્ટ 2003 - ગેટવે ઓફ ઈન્ડિયા અને ઝવેરી બજારમાં બે બોમ્બ વિસ્ફોટ.
  • 11 જુલાઈ 2006 - મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ.
  • 26 નવેમ્બર 2008 - મુંબઈ (26/11) આતંકવાદી હુમલો.
  • 13 જુલાઈ 2011 - દાદરના ઓપેરા હાઉસના ઝવેરી બજારમાં ત્રણ વિસ્ફોટ.

આ પણ વાંચો: PM Modi એ Teachers Day ની શુભેચ્છાઓ પાઠવી, શિક્ષકોની પ્રતિબદ્ધતા અને કરુણાની પ્રશંસા કરી

Tags :
Advertisement

.

×