Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MAHARASHTRA POLITICS : 6 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી

MAHARASHTRA POLITICS : રાજ ઠાકરેએ 6 વર્ષ પછી માતોશ્રી આવીને ઉદ્ધવને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને બધાને ચોંકાવી દીધા
maharashtra politics   6 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી
Advertisement
  • મહારાષ્ટ્રના રાજકારણમાં ચોંકાવનારી ઘટના
  • ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે નજીક આવતા જણાયા
  • 6 વર્ષ બાદ રાજ ઠાકરે આજે માતોશ્રી પહોંચ્યા

MAHARASHTRA POLITICS : મહારાષ્ટ્રના રાજકારણ (MAHARASHTRA POLITICS) માં રાજકીય અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે (RAJ THACKERAY) રવિવારે અચાનક બાંદ્રા સ્થિત માતોશ્રી (MATOSHREE - BANDRA) નિવાસસ્થાને પહોંચ્યા છે અને ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની (UDDHAV THACKERAY BIRTHDAY) શુભેચ્છા પાઠવી છે. આ અગાઉ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વર્લીમાં મરાઠી વિજય રેલીમાં સાથે આવ્યા હતા. તે પછી એવું લાગતું હતું કે, મનસે અને ઠાકરે જૂથ વચ્ચે જોડાણની વાતોનો અંત આવી ગયો છે. પરંતુ, રાજ ઠાકરેએ રવિવારે લગભગ 6 વર્ષ પછી માતોશ્રી આવીને ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવીને બધાને ચોંકાવી દીધા છે.

બાલા નંદગાંવકરના ફોન પરથી સંજય રાઉતને ફોન કર્યો

રાજકીય વર્તુળોમાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે, રાજ ઠાકરે આજે ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માતોશ્રી આવશે. કદાચ ઠાકરે પરિવારમાં પણ કોઈને આ વાતની અપેક્ષા ન્હોતી. રવિવારે સવારે રાજ ઠાકરેએ અચાનક ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માતોશ્રી જવાનું નક્કી કર્યું હતું. આ પછી રાજ ઠાકરેએ બાલા નંદગાંવકરના ફોન પરથી સંજય રાઉતને ફોન કર્યો હતો.

Advertisement

દાદરમાં નિવાસસ્થાન 'શિવતીર્થ' થી નીકળી ગયા

આ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું, 'હું ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માતોશ્રી આવી રહ્યો છું.' સંજય રાઉતે તરત જ ઉદ્ધવ ઠાકરેને આ વાતની જાણ કરી હતી. આ પછી, રાજ ઠાકરે દાદર વિસ્તારમાં સ્થિત તેમના નિવાસસ્થાન 'શિવતીર્થ' થી નીકળી ગયા અને થોડીવારમાં માતોશ્રી પહોંચી ગયા હતા.

Advertisement

'જય મહારાષ્ટ્ર' ના નારા લાગ્યા

આ સમાચાર ફેલાતા જ ઠાકરે જૂથના કાર્યકરો ઉત્સાહિત થઈ ગયા. જ્યારે રાજ ઠાકરેની કાર માતોશ્રીના પ્રવેશદ્વાર પર પહોંચી ત્યારે ઠાકરે જૂથના કાર્યકરોએ તેમની કારને ઘેરી લીધી. આ કાર્યકરોએ રાજ ઠાકરેને 'જય મહારાષ્ટ્ર' ના નારા લગાવતા નજરે પડ્યા હતા. તે સમયે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત રાજ ઠાકરેનું સ્વાગત કરવા માટે ગેટની બહાર આવ્યા હતા. રાઉત રાજ ઠાકરેને માતોશ્રીના દ્વાર પર લઈ ગયા હતા.

લગભગ 20 મિનિટ સુધી એકબીજાને મળ્યા

ઉદ્ધવ ઠાકરે સામાન્ય રીતે કોઈનું સ્વાગત કરવા માતોશ્રીના દ્વાર પર આવતા નથી. જોકે, ઉદ્ધવ ઠાકરે પોતે રાજ ઠાકરેનું સ્વાગત કરવા માટે માતોશ્રીના ગેટ પર ઉભા હતા. રાજ ઠાકરે આવતાની સાથે જ ઉદ્ધવ ઠાકરેએ તેમને ગળે લગાવ્યા હતા. તે સમયે રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને લાલ ગુલાબનો સુંદર ગુલદસ્તો આપ્યો. બંને અહીં લગભગ 20 મિનિટ સુધી એકબીજાને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, લગભગ છ વર્ષમાં રાજ ઠાકરેની આ પહેલી માતોશ્રી મુલાકાત હતી. આ પહેલા, 5 જાન્યુઆરી, 2019 ના રોજ, તેઓ ઉદ્ધવ ઠાકરેના ઘરે તેમના પુત્ર અમિત ઠાકરેના લગ્નમાં આમંત્રણ આપવા ગયા હતા.

આ પણ વાંચો ---- PUNE માં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા, એકનાથ ખડસેનો જમાઇ ફૂલ નશામાં ઝડપાયો

Tags :
Advertisement

.

×