Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઇ સ્ટુડિયોમાં બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

મુંબઈના પવઈ સ્થિત આરએ સ્ટુડિયોમાં કોન્ટ્રાક્ટર રોહિત આર્યએ બાકી લેણાં મુદ્દે 17 બાળકો સહિત 19 લોકોને બંધક બનાવ્યા હતા. પોલીસે વાટાઘાટો નિષ્ફળ જતાં વ્યૂહાત્મક ઓપરેશન હાથ ધર્યું. આર્યએ પોલીસ પર ફાયરિંગ કરતાં પોલીસની જવાબી કાર્યવાહીમાં તેને ગોળી વાગી. ગંભીર ઇજાગ્રસ્ત આર્યનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, પરંતુ પોલીસે તમામ બંધકોને સુરક્ષિત બચાવ્યા.
મુંબઇ સ્ટુડિયોમાં બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
Advertisement
  • Rohit Arya Encounter: મુંબઇમાં બાળકોને બંધક બનાવનારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
  • મુંબઇના આરએ સ્ટુડિયોમાં રોહિતે 19 લોકોને બંધક બનાવ્યા હતા
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો

મુંબઇમાં બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યનું (Rohit Arya Encounter) પોલીસ એેન્કાઉન્ટરમાં મોત નિપજ્યું છે, મુંબઇ પોલીસ પર હુમલો(Mumbai Police)  કરતા પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરતા તેને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Advertisement

મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આરએ સ્ટુડિયોમાં ( RA Studio) એ રોહિત આર્ય નામના એક વ્યક્તિએ વેબ સીરીઝના ઓડિશન માટે આવેલા 17 બાળકો સહિત કુલ 19 લોકોને બંધક બનાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસની અનેક ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસે સૌપ્રથમ આરોપી રોહિત આર્ય સાથે વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ તે કોઈ પણ સંજોગોમાં શરણાગતિ સ્વીકારવા તૈયાર નહોતો અને સતત બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યો હતો, જેના કારણે વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી.અંતે પોલીસે તેને ઝડપી પાડ્યો અને પોલીસના સંકજામાં તેણે પોલીસની બંદૂક લઇને પોલીસ પર હુમલો કર્યો હતો જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરતા તેને ગોળી વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Advertisement

Rohit Arya Encounter:  બાળકોને બંધક બનાવનારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

નોંધનીય છે કે મુંબઇના આરએ સ્ડુડિયોમાંથી પોલીસે બંધકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે સ્ટુડિયોના બાથરૂમમાંથી અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી દરમિયાન આરોપી રોહિત આર્યએ પોલીસ પર તેની પાસે રહેલી એર ગન વડે ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો. પોલીસની ગોળી રોહિત આર્યને વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. એચબીટી હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. તમામ 17 બાળકો અને અન્ય બે પુખ્ત વયના લોકો (કુલ 19 બંધકો) ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને તેમના વાલીઓને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી એર ગન અને આગ લગાડવા માટે ઉપયોગમાં લેવાતા કેટલાક રસાયણો પણ જપ્ત કર્યા છે.

Rohit Arya Encounter: રોહિત આર્યએ વીડિયો બનાવ્યો હતો

રોહિત આર્યએ બંધક બનાવતા પહેલા એક વીડિયો પણ બહાર પાડ્યો હતો, જેમાં તેણે પોતાને આત્મહત્યા કરવાના બદલે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, "હું રોહિત આર્ય છું. મારી પાસે ઘણી માંગણીઓ નથી. મારી પાસે કેટલીક નૈતિક માંગણીઓ છે અને હું કેટલાક લોકોને પ્રશ્નો પૂછવા માંગુ છું. હું આતંકવાદી નથી કે પૈસા માંગતો નથી. હું મુક્તપણે વાતચીત કરવા માંગુ છું, તેથી જ મેં બાળકોને બંધક બનાવ્યા છે. જો તમારા તરફથી એક નાનું પગલું મને ઉશ્કેરશે, તો હું આખી જગ્યાને બાળી નાખીશ અને મરી જઈશ. તેનાથી બાળકોને બિનજરૂરી નુકસાન થશે, જેના માટે મને જવાબદાર ન ઠેરવવો જોઈએ." પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રોહિત આર્ય પુણેનો રહેવાસી અને કોન્ટ્રાક્ટર હતો. તેણે દાવો કર્યો હતો કે તેને સરકારી શાળાના કામ માટે આશરે ₹2 કરોડની બાકી ચુકવણી મળી નથી. એવું માનવામાં આવે છે કે આ જ કારણોસર તેણે સત્તાવાળાઓનું ધ્યાન દોરવા માટે આ પગલું ભર્યું હતું. હાલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:   મુંબઈમાં ઓડિશન માટે બોલાવાયેલા 20 બાળકોને બંધક બનાવાયા, પોલીસે

Tags :
Advertisement

.

×