MUMBAI-PUNE EXPRESS WAY પર ભયાનક અકસ્માત, 25 વાહનોને મોટું નુકશાન
- અમદાવાદ- પુણે એક્સપ્રેસ હાઇવે પર ડરાવના દ્રશ્યો સર્જાયા
- એક કન્ટેનરની બ્રેક ફેલ થઇ જતા અકસ્માતની હારમાળા સર્જાઇ
- સમગ્ર ઘટનાક્રમમાં 1 નું મોત નીપજ્યું, અને 17 ઘાયલ થયાનું સામે આવ્યું છે
MUMBAI-PUNE EXPRESS WAY : મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (MUMBAI-PUNE EXPRESS WAY) પર એક ભયાનક માર્ગ અકસ્માત (ROAD ACCIDENT) થયો છે, જ્યાં અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ઇજાગ્રસ્ત તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે ખાલાપુર ટોલ પ્લાઝા (KHALAPUR TOLL PLAZA) સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ (TRAFFIC JAM) થઈ ગયો હતો.
ડ્રાઈવરે કન્ટેનર પરનો કાબુ ગુમાવ્યો
પ્રારંભિક માહિતી અનુસાર, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર લોનાવલા-ખંડાલા ઘાટ વિસ્તારમાં એક કન્ટેનરની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ કન્ટેનર પુણેથી મુંબઈ જઈ રહ્યું હતું. બ્રેક ફેલ થવાને કારણે, ડ્રાઈવરે કન્ટેનર પરનો કાબુ ગુમાવ્યો હતો. આ કારણે કન્ટેનર ખૂબ જ ઝડપે આગળ વધતું રહ્યું અને અનેક વાહનોને ટક્કર મારી હતી.
ઘણા વાહનોના ટુકડા થઈ ગયા
કહેવાય છે કે, કન્ટેનર દોઢથી 2 કિલોમીટરની ત્રિજ્યામાં એક પછી એક વાહનોને ટક્કર મારી હતી, જેમાં નાના વાહનોને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં 17 થી 25 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતની તસવીરો સામે આવી છે, જેમાં ઘણા વાહનોના ટુકડા થઈ ગયા હોવાનું અને મોટા વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે.
વાહનોમાંથી બહાર કાઢીને દાખલ કરવામાં આવ્યા
અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને અકસ્માતગ્રસ્ત વાહનોમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું હતું અને લગભગ 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં, તમામ મુસાફરોને ખોપોલી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
ભીડના કારણે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવી
અકસ્માત બાદ, એક્સપ્રેસ વે પર ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ફસાયેલા વાહનોની અનેક કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે. ભીડના કારણે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો ---- PUNE માં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા, એકનાથ ખડસેનો જમાઇ ફૂલ નશામાં ઝડપાયો


