Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચના નદેલાવમાં ઘરમાં ઘુસીને કરાઇ કરપીણ હત્યા, હત્યારાઓ DVR પણ ઉઠાવી ગયા

ભરૂચના નંદેલાવમાં કેટરર્સ પ્રકાશ માલીની ઘરમાં ઘુસી હાથ પગ બાંધી કરપીણ હત્યા કરાઈ, પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓ સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હોવાનું ખુલાસો.. પુરાવાનો નાશ.. ઘરમાં પગથીયા ઉપર પ્રકાશમાલીની હત્યા કરેલી લાશ પડી હોવાની પોલીસને જાણ થતા...
ભરૂચના નદેલાવમાં ઘરમાં ઘુસીને કરાઇ કરપીણ હત્યા  હત્યારાઓ dvr પણ ઉઠાવી ગયા
Advertisement
  • ભરૂચના નંદેલાવમાં કેટરર્સ પ્રકાશ માલીની ઘરમાં ઘુસી હાથ પગ બાંધી કરપીણ હત્યા કરાઈ, પોલીસે તપાસ હાથ ધરી
  • હત્યારાઓ સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હોવાનું ખુલાસો.. પુરાવાનો નાશ..
  • ઘરમાં પગથીયા ઉપર પ્રકાશમાલીની હત્યા કરેલી લાશ પડી હોવાની પોલીસને જાણ થતા તપાસ શરૂ કરાઈ
  • ભરૂચના નદેલાવમાં ઘરમાં ઘુસીને કરાઇ કરપીણ હત્યા, હત્યારાઓ DVR પણ ઉઠાવી ગયા

ભરૂચ : ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આવેલ આર્શીવાદ નગર સોસાયટીના એક મકાનમાં રસોયાની હાથ પગ બાંધી હત્યા કરાયેલી અવસ્થામાં પગથિયા ઉપર લાશ પડ્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ કરતા સીસીટીવીનું ડીવીઆર પણ ગુમ હોય જેના કારણે હત્યારાઓનું પગલું મેળવવા એલસીબી સ્થાનિક પોલીસ સહિતની પોલીસની ટીમ કામે લાગી હતી? હત્યા કયા કારણોસર થઈ છે તે હત્યારાઓ ઝડપાયા બાદ જ જાણી શકાશે તેવું માનવું છે

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટરર્સનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ માલીની તેમના જ ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ઘટનાથી આશીર્વાદ સોસાયટી અને સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, પ્રકાશ માલીની તેમના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. આ ઈસમોએ તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓ તેમના CCTV કેમેરાના DVR પણ ઉઠાવી ગયા છે, જે સૂચવે છે કે આ હત્યા પૂર્વઆયોજિત હોઈ શકે છે.

Advertisement

ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક પ્રકાશ માલીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય CCTV ફૂટેજ મેળવીને હત્યારાઓનો પત્તો લગાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટના અંગે ભરૂચ શહેરના ડીવાયએસપી સી.કે પટેલે જણાવ્યું હતું કે, તેમને સાથે કેટરિંગનું કામ કરનારા કારીગરો દ્વારા આ ઘટનાને અંજામ અપાયો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.આ ક્રૂર હત્યાએ નંદેલાવ ગામ સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે.

Advertisement

આ પણ વાંચો-લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 ની ધરપકડ, મારામારી કેસમાં કાર્યવાહી

Tags :
Advertisement

.

×