વિધર્મી શખ્સોએ ભુવા બનીને તરૂણીને તેના માતા-પિતાની સામે જ રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા
- માતા-પિતાની નજર સામે જ તરૂણીને રૂમમાં લઇ જતા
- આર્થિક સંકડામણનો ફાયદો ઉઠાવી ભુવા બનીને આવ્યા વિધર્મી
- તરૂણીનું અપહરણ કર્યા બાદ તેને દરગાહમાં ગોંધી રાખી હતી
Dwarka News : રાજ્યમાં ભુવાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ક્યાંય ભુવાઓ સિવિલ હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલોમાં જઇને સારવારના નામે ડોક્ટર અને મેડિકલ સાયન્સને પડકારી રહ્યા છે. તો બીજી તરફ ભુવાઓ દુષ્કર્મ આચરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો દ્વારકામાં સામે આવ્યો છે. દ્વારકામાં તાંત્રિક વિધિના નામે એક સગીરાનું અપહરણ કરનાર બે વિધર્મી ભુવાઓને પોલીસે ઝડપી લીધા.
પરિવારની આર્થિક સંકડામણનો ફાયદો ઉઠાવ્યો
આર્થિક ભીંસનો સામનો કરી રહેલા પરિવારને આ વિધર્મી ભુવાઓએ ટાર્ગેટ કર્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી કરવાના બહાને ભુવાઓએ પરિવાર સાથે સંબંધો વિકસાવ્યા હતા. પરિવારનો વિશ્વાસ જીત્યા બાદ વિધિ કરવાના બહાને પરિવારની તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. કિશોરીનું અપહર કર્યા બાદ બંન્ને તાંત્રિકોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે હવે પોલીસે બંન્ને વિધર્મી ભુવાઓને ઝડપી લીધા છે.
આ પણ વાંચો : એશિયાની સૌથી મોટી હોસ્પિટલ Ahmedabad Civil માં ભુવાઓ કરે છે સારવાર, વીડિયો જોઇને ચોંકી ન જતા
બંન્ને વિધર્મી ભુવાઓની પોલીસે કરી ધરપકડ
પોલીસ દ્વારા રજાક નાગડા અને હનીફ કાંટેલિયા નામના આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પરિવારનો વિશ્વાસ કેળવીને તરૂણીને વારંવાર આ ભુવાઓ બોલાવતા હતા. તાંત્રિક વિધિના નામે રૂમમાં લઇ જઇને અનેકવાર દુષ્કર્મ આચર્યું હોય તેવી શક્યતા છે.
સગીરાનું અપહરણ કરી દરગાહમાં ગોંધી રાખી
સગીરાને અપહરણ કરીને એક દરગાહમાં ગોંધી રાખવામાં આવી હતી. પોલીસને ઘટના અંગે માહિતીની સાથે જ ગણત્રીના કલાકોમાં બંન્ને વિધર્મી ભુવાઓને ઝડપી લીધા છે. રજાક નાગલા અને હનીફ કાંટેલિયાની પોલીસે ધરપકડ કરીને તપાસ આદરી છે.
આ પણ વાંચો : Gujarat ને કલંકીત કરતી નિર્ભયા કરતા ભયાનક ઘટના, 11 વર્ષની બાળાના ગુપ્તાંગમાં સળીયો નાખીને...