Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arth Summit 2025: સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અર્થ સમિટ 2025 નું સમાપન સમારોહ યોજાયો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા આયોજિત "અર્થ સમિટ 2025" નો સમાપન સમારોહ આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમિતભાઈ શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે સહકારી બેન્કોને મજબૂત બનાવવા માટેની ડિજિટલ ઇકો સિસ્ટમ એવી 'સહકાર સારથી' એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.
arth summit 2025  સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અર્થ સમિટ 2025 નું સમાપન સમારોહ યોજાયો
Advertisement
  • નાબાર્ડ દ્વારા આયોજિત Arth Summit 2025 નો સમાપન સમારોહ યોજાયો
  • આ કાર્યક્રમ સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયો
  • નાબાર્ડ દ્વારા આયોજિત "અર્થ સમિટ 2025" માં CM ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા

આજે ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણીના ભાગરૂપે નાબાર્ડ દ્વારા આયોજિત "અર્થ સમિટ 2025" નો સમાપન સમારોહ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે અમિતભાઇ શાહે સહકારી બેન્કોને જોડતી અને મજબૂત બનાવવાનું માધ્યમ ડિજિટલ ઇકો સિસ્ટમ એવી સહકાર સારથી એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.

Arth Summit 2025: અમિતભાઇ શાહે  ગ્રાણીણ અર્થવ્યવસ્થાને લઇને કરી આ મોટી વાત

નોંધનીય છે કે અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતના અર્થતંત્રને વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવા માટે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અગત્યની છે, અને એ જ દિશામાં “અર્થ સમિટ” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની બીજી આવૃત્તિનું આયોજન ગુજરાત જેવી મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ પર થવું એ ગૌરવની બાબત છે. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધીજી એ આઝાદી પહેલા જ કહી દીધું હતું કે ભારતનો વિકાસ તેના ગામડાઓ વિના અધૂરો છે, પરંતુ દુર્ભાગ્યવશ આઝાદી પછી કૃષિ, પશુપાલન અને સહકાર આ ત્રણેય મુખ્ય સ્તંભોની સતત અવગણના થઈ. વર્ષ 2014માં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફરી એકવાર ગ્રામ વિકાસને રાષ્ટ્રના વિકાસના કેન્દ્રમાં લાવીને ઐતિહાસિક પરિવર્તનનો પાયો નાખ્યો. વર્ષ 2014ના રૂ. 1.02 લાખ કરોડના સંયુક્ત બજેટની સરખામણીમાં, વર્ષ 2025–26માં આ ત્રણેય મંત્રાલયનું બજેટ વધીને રૂ. 3.15 લાખ કરોડથી પણ વધુ થઈ ગયું છે, જે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

Advertisement

Advertisement

અમિતભાઇ શાહે ભારપૂર્વક જણાવ્યું કે, દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત દરેક ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાને હોય એ દેશનો સામૂહિક સંકલ્પ છે. આ માટે સહકારી ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા, અને 50 કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવવા દ્વારા સહકાર ક્ષેત્રનું GDPમાં યોગદાન ત્રણ ગણું વધારવાની દિશામાં ભારત સરકાર કાર્યરત છે.

 દિલ્હીમાં ત્રીજી આવૃત્તિનું કરાશે આયોજન

અર્થ સમિટની થીમ “Empowering Rural Innovation for Global Change” નો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે નાના નવાચાર અને નવીનતા દ્વારા ગ્રામીણ અર્થતંત્રમાં કેટલાં વિશાળ પરિવર્તનો શક્ય છે એ જ મંત્ર આ સમિટનું મુખ્ય કેન્દ્ર છે. આ ચિંતનથી ગ્રામિણ અર્થવ્યવસ્થાના અનેક પડકારોનો સ્થાયી ઉકેલ મળશે તેની પુર્ણ આશા છે. તેમણે આગળ જણાવ્યું કે આગામી વર્ષે દિલ્હી ખાતે ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે, અને ત્રણેય સમિટ પછી ભારતના ગ્રામીણ અર્થતંત્રનો મજબૂત પાયો સ્થાપિત થશે. અંકડાઓની વાત કરીએ તો, અત્યાર સુધી 10,000 થી વધુ ડેલીગેટ્સ, 1,200+ કોર્પોરેટ્સ, 500+ નિષ્ણાત વક્તાઓ, 300+ સ્ટાર્ટઅપ્સ, 250+ એક્ઝિબીટર્સ, અને 30 થી વધુ વર્કશોપ-માસ્ટર ક્લાસેસ આ સમિટનો ભાગ બની ચૂક્યા છે.

ટેકનોલોજીની ચર્ચા કરતાં અમિતભાઇ શાહે જણાવ્યું કે નાની કો-ઓપરેટિવ સંસ્થાઓ માટે ટેક્નોલોજી અપનાવવું ખર્ચાળ હોવાથી નાબાર્ડ દ્વારા ‘સહકાર સારથી’ પહેલ હેઠળ 13થી વધુ ડિજિટલ સેવાઓ શરૂ કરવામાં આવી છે. સહકાર સારથી, સહકાર સેતુ અને સંગ્રહ સારથી જેવા પોર્ટલ્સ દ્વારા કો-ઓપરેટિવ બેંકોને ખાનગી બેંકોની સમકક્ષ સુવિધાઓ મળશે જેનાથી વસુલાત, ડોક્યુમેન્ટેશન અને KYC કાર્યક્ષમ બનશે. આ જ રીતે ‘e-KCC’ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને મોંઘા ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ સહજરૂપે ઉપલબ્ધ થશે. ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલમાં અમલમાં મૂકાયેલા “Cooperation Among Cooperatives” મોડલની સફળતા અંગે તેમણે જણાવ્યું કે તમામ કો-ઓપરેટિવ સંસ્થાઓના એકાઉન્ટ્સ કો-ઓપરેટિવ બેંકોમાં જ જતાં હજારો કરોડોની લો-કોસ્ટ ડિપોઝિટમાં વધારો થયો છે. આ મોડલ હવે દેશવ્યાપી બનાવવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દેશમાં 49 લાખ ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે. તેમની ઉત્પાદનોની વિશ્વસનીયતા માટે ભારત ઓર્ગેનિક્સ અને અમૂલ ઓર્ગેનિક્સ સાથે મળીને રાષ્ટ્રીય લેબોરેટરી ચેઇન તૈયાર કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતો આંતરરાષ્ટ્રીય સ્તરની ઓર્ગેનિક ટેસ્ટિંગ કરી શકશે. અમૂલ ઓર્ગેનિક હવે 40થી વધુ ફૂડ પ્રોડક્ટ્સ ઓનલાઇન ઉપલબ્ધ કરાવે છે. વર્ષ 2030 સુધી ઓર્ગેનિક બજારમાં ભારતનો હિસ્સો 20 ટકા, અને વર્ષ 2035 સુધી 40 ટકા સુધી પહોંચવાની શક્તિ ધરાવે છે. અંતમાં, સહકાર ટેક્સીની સફળતા વિશે જણાવતાં તેઓએ કહ્યું કે આગામી બે વર્ષમાં સહકાર ટેક્સી દેશની સૌથી મોટી ટેક્સી સેવા બનશે હાલ દિલ્હીમાં શરૂ થયેલા ટ્રાયલમાં જ 51,000થી વધુ ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે. સાથે જ કો-ઓપરેટિવ ઇન્સ્યોરન્સની નવી પહેલ પણ દેશના દરેક ગામમાં ત્રણ યુવાનોને રોજગારી આપશે.

Arth Summit 2025:  મંત્રી અમિતભાઈ શાહના હસ્તે "સહકાર સારથી" એપ લોન્ચ કરાઇ

આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે "સહકાર સારથી" પહેલ તેમજ તેની ડિજિટલ સેવાઓ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના “સ્ટેટ ફોકસ પેપર ઓફ ગુજરાત ૨૦૨૬-૨૭” અને નાબાર્ડ-BCGના “ગ્રામીણ બેન્કિંગ કા ભવિષ્ય" વિષય પરના સંશોધન પત્રનું વિમોચન કર્યું હતું.

Arth Summit 2025:  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્થ સમિટને ગ્રામ વિકાસ માટે મહત્વની ગણાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી અર્થ સમિટની બીજી આવૃત્તિ સમયોચિત તેમજ દેશના ગ્રામ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કૃષિ, ગ્રામીણ, માનવતા અને નવાચારના સશક્તિકરણને સમર્પિત આ દ્વિદિવસીય સમિટ સહકારી સંગઠનો, બેંકો, પોલિસીમેકર્સ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, એગ્રી-સાયન્ટિસ્ટ્સ, રિસર્ચર્સ અને સ્કોલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવીને વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂત આધાર પૂરું પાડે છે. દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં ગુજરાતે ફાઇનાન્સિયલ ઇન્સ્યુઅન્સ, સર્ક્યુલર ઇકોનોમી, ગ્રીન ગ્રોથ, ક્લાઈમેટ રીઝીલિયન્સ, કૃષિ, પ્રાકૃતિક ખેતી, પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓના યોગદાન, ગ્રામીણ રોજગારી તથા ગ્રામોત્થાન માટે ‘સહકારથી સમૃદ્ધિ’નો સુદ્રઢ માર્ગ અપનાવ્યો છે, જે ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ આપનાર સાબિત થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કૃષિ અને સહકાર મંત્રી  જીતુભાઈ વાઘાણી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર, નાબાર્ડના ચેરમેન શાજી કે.વી., ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલ, ધારાસભ્યો, કેન્દ્રીય સહકારીતા સબંધિત અધિકારીગણ, બેન્કર્સ, ઉદ્યમીઓ તેમજ મોટી સંખ્યામાં સહકારીતા ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:  Swadeshotsava 2025 : આત્મનિર્ભર ભારતનો હુંકાર

Tags :
Advertisement

.

×