BJP : લોકસભાની પહેલી યાદીમાં હશે આ દિગ્ગજોના નામ
BJP : લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને પોતાના ઉમેદવારોની આખરી સૂચીને આખરી ઓપ આપી રહ્યા છે ત્યારે હંમેશા ઇલેકશ્ન મોડમાં રહેતા ભાજપે (BJP ) પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદીને આખરી ઓપ આપી દીધો છે અને 29 તારીખે ભાજપ (BJP) ની પહેલી યાદી જાહેર થવાની સંભાવના છે જેમાં અનેક દિગ્ગજના નામ છે.
વડાપ્રધાન, ગૃહ પ્રધાનના નામો પહેલી જ યાદીમાં
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 29મી ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે. આ પ્રથમ બેઠક બાદ લોકસભા ચૂંટણી માટે 150 થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસી), ગૃહ પ્રધાન અમિત શાહ (ગાંધીનગર), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (લખનૌ) અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી (નાગપુર)ના નામ સામેલ થવાની શક્યતા છે.
આ દિગ્ગજોના પણ નામ
પાર્ટીના સૂત્રોએ શનિવારે જણાવ્યું કે પરવેશ વર્મા (પશ્ચિમ દિલ્હી), મનોજ તિવારી (ઉત્તર પશ્ચિમ દિલ્હી) અને રમેશ બિધુરી (દક્ષિણ દિલ્હી)ના નામ પણ ફાઇનલ છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા અને રાજીવ ચંદ્રશેખરના નામ પણ ભાજપની પ્રથમ યાદીમાં સામેલ થઈ શકે છે.
શનિવારે યોજાઇ મહત્વની બેઠક
ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મીટિંગની શરૂઆતના રૂપમાં, શનિવારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે વધુ બેઠકો ધરાવતા સાત રાજ્યોના નેતાઓ સાથે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સાંસદ મોહન યાદવ, રાજસ્થાનના ભજનલાલ શર્મા, છત્તીસગઢના વિષ્ણુ દેવ સાઈ ઉપરાંત પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને કેરળના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ હાજર હતા.
યુપીની બેઠકોના નામ પણ થઇ શકે જાહેર
પ્રથમ યાદીમાં, ભાજપ નેતૃત્વ તે બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરવા પર વિચાર કરી શકે છે જ્યાં વિરોધ પક્ષોએ તેમના ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે. આમાં યુપીની ઘણી બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં સપા અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.
આ પણ વાંચો----PM નરેન્દ્ર મોદીને કોણ અને કેવી રીતે ટક્કર આપી શકે? પ્રશાંત કિશોરે જણાવી વ્યૂહરચના…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


