Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રના નંદુરબારમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 શ્રદ્વાળુઓના મોત, 8 ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ચાંદશાલી ઘાટ પર ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અસ્તંબા દેવી યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ ટ્રકે કાબૂ ગુમાવી પલટી મારી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના કરૂણ મોત નીપજ્યા છે અને આઠ અન્ય ઘાયલ થયા છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના નંદુરબારમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 શ્રદ્વાળુઓના મોત  8 ઇજાગ્રસ્ત
Advertisement
  • Nandurbar accident:  નંદુરબારમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠના મોત
  • પિકઅપ ટ્રક ખીણમાં ખાબકતા સર્જાયો ગમખ્વાર અકસ્માત 
  • આઠ શ્રદ્વાળુઓની હાલત અતિ ગંભીર,હોસ્પિટલમાં ખસેડાયા

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી ગમખ્વાર અકસ્માતના ((Nandurbar accident) મોટા સમાચાર સામે આવ્યા છે. ચાંદશાલી ઘાટ (Chandshali Ghat accident) પર પિકઅપ ટ્રક પલટી જતા આઠ લોકોના મોત થયા છે અને આઠ લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Nandurbar accident: નંદુબારમાં ગમખ્વાર અકસ્તમાત સર્જાતા 8ના મોત

નોંધનીય છે કે આ પિકઅપ ટ્રકમાં સવાર શ્રદ્વાળુઓ સવારે અસ્તંબા દેવી યાત્રાથી પરત ફરી રહ્યા હતા ત્યારે નંદુરબાર જિલ્લાના શહાદા વિસ્તારમાં ચાંદશાલી ઘાટ ના એક વળાંક પર,ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો જેના કારણે વાહન પલટી જતા ખાઇમાં પડી જતા આઠ લોકોના મોત થયા છે. જયારે આઠ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા આજુબાજુ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને આ ધટનાની જાણ કરી હતી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જે લોકો ઘાયલ થયા હતા તેમને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

Nandurbar accident: પોલીસ મૃતકોની કરી રહી છે ઓળખ

ભક્તો અસ્તંબા દેવીના દર્શન કરીને તેમના ગામ પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા શ્રદ્ધાળુઓ પિકઅપ નીચે કચડાઈ ગયા હતા, અને કેટલાકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી દીધી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાહન ખૂબ જ ઝડપે ચાલી રહ્યું હતું અને ઘાટના એક વળાંક પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો.પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકોની હાલ ઓળખ કરી રહી છે.

આ પણ વાંચો:  દિલ્હીમાં સંસદ નજીક સાંસદ આવાસમાં આગ, બ્રહ્મપુત્રા એપાર્ટમેન્ટ્સમાં અફરાતફરી

Tags :
Advertisement

.

×