જો કેજરીવાલને કંઈ થયું તો BJP જવાબદાર, Delhi ના મંત્રીનો મોટો ધડાકો...
- Delhi AAP ના મંત્રીએ BJP પર સાધ્યું નિશાન
- BJP કેજરીવાલ પર હુમલો કરાવી શકે છે - રઘુવિંદર શૌકીન
- રાજકીય પક્ષોમાં ખળભળાટ વધુ તેજ બન્યો
આવતા વર્ષે દિલ્હી (Delhi)માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ અંગે રાજકીય પક્ષોમાં ખળભળાટ વધુ તેજ બન્યો છે. દિલ્હી (Delhi)ના મંત્રીએ નાંગલોઈ ફાયરિંગ કેસને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ (BJP) અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
દિલ્હી (Delhi)ના મંત્રી રઘુવિંદર શૌકીને બુધવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એક ગુના પીડિતના પરિવારને મળવા નાંગલોઈ જાટ આવી રહ્યા છે. અગાઉ ભાજપ (BJP)ના ગુંડાઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને પોલીસ તમાશો જોતી રહી હતી. જો આજે અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર હશે.
आज केजरीवाल जी नांगलोई जाट मैं एक अपराध पीड़ित परिवार से मिलने आ रहे थे। पूरे इलाक़े को बीजेपी के गुंडो ने घेर लिया है और पुलिस तमाशा देख रही है। केजरीवाल जी को अगर आज कुछ हो गया तो दिल्ली पुलिस और अमित शाह जी ही जिम्मेदार होंगे।
— MLA Raghuvinder Shokeen (मैं भी केजरीवाल) (@MLANangloiJat) November 27, 2024
આ પણ વાંચો : BJP ને મોટો ઝટકો, આ નેતાએ વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું...
જાણો શું છે નાંગલોઈ ફાયરિંગ કેસ?
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં નાંગલોઈમાં એક ફર્નિચરની દુકાનમાં ખંડણીને લઈને ફાયરિંગ થયું હતું. ગોળીબાર બાદ હુમલાખોરો દુકાન પાસે એક કાગળ છોડી ગયા હતા જેમાં લખ્યું હતું કે, ગેંગસ્ટર અંકેશ લાકરા પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે આ ફાયરિંગમાં કોઈને ઈજા થઇ નથી. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર CM પદને લઈને વિવાદ હજુ પણ...!, ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું આ કારણે થઇ રહ્યો છે વિલંબ...
અરવિંદ કેજરીવાલે અમિત શાહ પર નિશાન સાધ્યું...
દિલ્હી (Delhi)ના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે પણ અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. હવે શેરીઓમાં વેપારીઓ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે, જેના કારણે દિલ્હી (Delhi)ના લોકોમાં ભય અને ગભરાટનો માહોલ છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં CM પદને લઈને સસ્પેન્સ ખતમ...!, એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી કહી મોટી વાત...


