Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada : નર્મદા જિલ્લો પ્રિવેડિંગ શુટ માટે કપલ્સ માટે બન્યો હોટ ફેવિરીટ..

નર્મદા જિલ્લો પ્રિવેડિંગ શુટ માટે કપલ્સનું ફેવિરીટ સ્થળ બન્યું છે. પ્રિવેડિંગ શુટ માટે આવતા ફોટોગ્રાફર, કપલના કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો છે. હાલમાં મેરેજ પહેલા પ્રિવેડિંગ શુટનો ક્રેઝ વધ્યો છે. દરેક કપલ તેના માટે વિશેષ સ્થળની પસંદગી કરે છે અને...
narmada   નર્મદા જિલ્લો પ્રિવેડિંગ શુટ માટે કપલ્સ માટે બન્યો હોટ ફેવિરીટ
Advertisement

નર્મદા જિલ્લો પ્રિવેડિંગ શુટ માટે કપલ્સનું ફેવિરીટ સ્થળ બન્યું છે. પ્રિવેડિંગ શુટ માટે આવતા ફોટોગ્રાફર, કપલના કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો છે. હાલમાં મેરેજ પહેલા પ્રિવેડિંગ શુટનો ક્રેઝ વધ્યો છે. દરેક કપલ તેના માટે વિશેષ સ્થળની પસંદગી કરે છે અને જે તે જગ્યાએ તેમના આયોજન મુજબ ફોટો અને વીડિયો શુટ કરાવે છે, જેને લઈને સ્થાનિક વેપારીઓને પણ ફાયદો થયો છે.

Advertisement

પ્રિવેડિંગ શૂટ થકી અનેક લોકોની રોજગારીમાં વધારો

Advertisement

હાલ લગ્નસરાની મોસમ શરૂ થઈ ગઈ છે . ઢોલ ઢબુકશે, શરણાઈના સૂર વાગતા અનેક લોકો ના રોજગાર પણ શરૂ થઇ ગયા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ લગ્ન શરૂ થતા બજારો અને લગ્ન સાથે જોડાયેલ ધંધા રોજગાર મળી રહ્યા છે. હાલ લગ્ન પહેલા કપલ્સમાં પ્રિ વેડિંગ શૂટ માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજના સમયમાં યુવક યુવતીઓના લગ્ન નક્કી થાય એટલે લગ્ન પહેલા પ્રિવેડિંગ શૂટ કરાવતા હોય છે. આ પ્રિવેડિંગ શૂટૃમાં બે થી ત્રણ ફોટોગ્રાફર અને મેકઅપ મેન પણ સાથે હોય છે અને કુદરતી સૌન્દર્ય વચ્ચે ફોટોગ્રાફર પ્રિવેડિંગનું શૂટ કરે છે. જોકે આ પ્રિવેડિંગ શૂટ થકી અનેક લોકોની રોજગારીમાં વધારો થયો છે.

નર્મદા જિલ્લો છે જેને ગુજરાતનું મિનિ કાશ્મીર

નર્મદા જિલ્લાનો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો નર્મદા જિલ્લો છે જેને ગુજરાતનું મિનિકાશ્મીર નામ મળ્યું છે. જોકે ચાલુ વર્ષે લગ્નની મોસમ શરૂ થતાં જ લોકો બજારોમાં ધૂમ ખરીદી કરી રહ્યા છે. અહીં જંગલો સાથે નદી નાળા અને ઝરણાંઓએ નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે ત્યારે અહીં હાલ લગ્ન પહેલા પ્રિવેંડિંગ માટે અનેક જગ્યાઓ ગુજરાત ભરમાં પ્રખ્યાત થતા લોકો પ્રિવેડિંગ કરવા અહીં આવી રહ્યા છે જેને કારણે મંડપવાળા ,કેટરિંગ ,ડીજે અને ફોટોગ્રાફર અને બ્યુટી પાર્લર વાળાઓની રોજગારી માં વધારો થયો છે. આજે નર્મદા જિલ્લામાં તમામ પાર્ટી પ્લોટ, રિસોર્ટ્સ અને ટેન્ટ લગ્ન માટે બુક થઇ ગઈ છે. ચાલુ વર્ષે નર્મદા જિલ્લો પ્રિવેડિંગ માટે હોટ ફેવરિટ બન્યો છે અહીં લોકો સ્પેશિયલ ફોટોગ્રાફી માટે આવે છે જેને કારણે અનેક લોકોને રોજગારી માં વધારો થયો છે.

રોજ ના 4 થી 5 કપલ પ્રિ શુટિંગ માટે આવી રહ્યા છે

અહીં આવેલા રિસોર્ટમાં રોજ ના 4 થી 5 કપલ પ્રિ શુટિંગ માટે આવી રહ્યા છે. અહીંના સુંદરતા અને લોકેશન જોતા બે થી ત્રણ દિવસ સુધી રોકાય છે અને પ્રિવેડિંગ કરે છે ત્યારે આ રિસોર્ટમાં અહીના જ 20 થી 25 લોકો ને રોજગારી પણ મળી રહે છે. આજના નવા વધતા જતા પ્રિવેડિંગના ક્રેઝમાં ફોટોગ્રાફરોને રોજગારી વધી છે જેની સાથે અને અન્ય વ્યવસાય સાથે જે લગ્ન ના કામ કરે છે એની પણ રોજાગરીમાં વધારો થયો છે.

આ પણ વાંચો----GUJARAT HIGH COURT :કેડીલા ફાર્માના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં યુવતીનો પોલીસ અધિકારી સામે ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×