NASAએ Sunita Williams માટે 'રેસ્ક્યૂ મિશન' શરૂ કર્યું, રશિયાનું કાર્ગો સ્પેસક્રાફ્ટ રવાના
- સુનિતા વિલિયમ્સ તબિયતને લઈને ચિંતા વધી
- વિલ્મોરનું વજન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો
- નાસા એક સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું
Sunita Williams Rescue Mission:લગભગ 6 મહિનાથી સ્પેસ સ્ટેશન પર હાજર સુનિતા વિલિયમ્સ(Sunita Williams)ની તબિયતને લઈને ચિંતા વધી ગઈ છે. થોડા દિવસો પહેલા સ્પેસમાંથી સામે આવેલા એક ફોટોમાં સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યાનો સામનો કરવા માટે નાસાએ ગુરુવારે એક સ્પેસક્રાફ્ટ લોન્ચ(Sunita Williams Rescue Mission) કર્યું છે. વાંચો શું છે આખો મામલો.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચશે
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જૂનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાજર છે. આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહેવાના કારણે બંનેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.તેમને આ સંકટમાંથી બહાર કાઢવા માટે નાસાએ એક ખાસ મિશન શરૂ કર્યું છે. ગુરુવારે ભારતીય સમયાનુસાર સાંજે 6 વાગ્યે કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી સોયુઝ રોકેટ દ્વારા NASAનું એક અન-ક્રુડ (ક્રુ મેમ્બર વિના) એરક્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.આ વિમાન શનિવારે રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચશે અને ઓર્બિટીંગ લેબોરેટરીના પોઇસ્ક મોડ્યુલની સ્પેસ-ફેસિંગ પોસ્ટ પર ડોક કરવામાં આવશે.
નાસાએ 3 ટન ખોરાક, ઈંધણ મોકલ્યું
નાસાએ રોસકોસમોસ કાર્ગો સ્પેસક્રાફ્ટ દ્વારા સ્પેસ સ્ટેશન પર હાજર એક્સપિડિશન-72 ક્રૂ માટે 3 ટન ખોરાક, ઇંધણ અને આવશ્યક વસ્તુઓ મોકલી છે. થોડા દિવસો પહેલા, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુનીતા વિલિયમ્સ સહિત તમામ અવકાશયાત્રીઓ માટે ખોરાકની કટોકટી છે. સ્પેસ સ્ટેશન પર બનેલી ફૂડ સિસ્ટમ લેબોરેટરીમાં તાજા ખોરાકનો પુરવઠો ઓછો થઈ ગયો હતો, જેના પછી નાસાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ટન ખોરાક ISSને મોકલ્યો.
સુનીતા વિલિયમ્સની તબિયત અંગે ચિંતા
આ પહેલા 8 નવેમ્બરના રોજ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની એક તસવીર સામે આવી હતી જેમાં બંનેનું વજન ઘટી ગયેલું જોવા મળે છે, ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નાસાના સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેક્ટોરેટના પ્રવક્તા જીમી રસેલે લોકોની ચિંતાઓનો જવાબ આપ્યો અને કહ્યું, 'સ્પેસ સ્ટેશન પરના તમામ નાસા અવકાશયાત્રીઓ નિયમિત તબીબી પરીક્ષાઓમાંથી પસાર થાય છે, સમર્પિત ફ્લાઇટ સર્જન તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરે છે અને હાલમાં તમામ સારી સ્થિતિમાં છે.
An uncrewed Progress spacecraft carrying food, fuel, and supplies is set to lift off to the @Space_Station on Thursday, Nov. 21.
Watch our live coverage on NASA+ starting at 7am ET (1100 UTC): https://t.co/xuVz6DXiq6
Learn more about the launch: https://t.co/5YSg9aKEvd pic.twitter.com/vRTTVJxuvP— NASA (@NASA) November 20, 2024
લાંબા સમય સુધી અવકાશમાં રહેવું કેટલું જોખમી છે?
અહેવાલો અનુસાર, લાંબા સમય સુધી અવકાશમાં રહેવું શરીર માટે નુકસાનકારક છે, તેના કારણે આપણા હાડકાં નબળા પડી જાય છે અને વજન ઓછું થાય છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી, લાલ રક્તકણો ઝડપથી નષ્ટ થવા લાગે છે, આ ઉપરાંત, ISS પર રેડિયેશનનું જોખમ વધારે છે અને આંખોની ચેતા પર દબાણ આવવાથી દ્રષ્ટિ પણ ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં, અવકાશયાત્રીઓએ દરરોજ કસરત કરવી જરૂરી છે, જેથી હાડકાં અને સ્નાયુઓ પર અસર ઓછી થઈ શકે.
સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી ક્યારે પરત ફરશે?
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 8 દિવસના મિશન પર સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ બોઇંગના સ્ટારલાઇનર એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે તેમનું મિશન 8 મહિનાનું થઈ ગયું હતું. નાસાએ સલામતીના કારણોસર સ્ટારલાઇનરમાંથી બંને અવકાશયાત્રીઓને પરત લાવવાનો ઇનકાર કર્યો હતો અને તેમને તેના ક્રૂ-9 મિશનનો એક ભાગ બનાવ્યો હતો. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂનથી ISS પર હાજર છે અને હવે તેઓ ઈલોન મસ્કના ડ્રેગન અવકાશયાન દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં 2 અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફરશે.


