Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નસીરુદ્દીન શાહનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું, 'વોશરૂમનું હેન્ડલ ટ્રોફીથી બનાવ્યું છે

પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ તેમના અલગ-અલગ વિચારો માટે જાણીતા છે. તેમના રાજકીય નિવેદનો ક્યારેક હોબાળો મચાવે છે. હાલમાં જ તેમણે બોલિવૂડમાં મળેલા એવોર્ડ્સ પર કટાક્ષ કર્યો છે. નસીરુદ્દીને કહ્યું કે હવે આ પુરસ્કારોનો તેમના માટે કોઈ અર્થ નથી. તાજેતરમાં એક...
નસીરુદ્દીન શાહનો ચોંકાવનારો ખુલાસો  કહ્યું   વોશરૂમનું હેન્ડલ ટ્રોફીથી બનાવ્યું છે
Advertisement

પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ તેમના અલગ-અલગ વિચારો માટે જાણીતા છે. તેમના રાજકીય નિવેદનો ક્યારેક હોબાળો મચાવે છે. હાલમાં જ તેમણે બોલિવૂડમાં મળેલા એવોર્ડ્સ પર કટાક્ષ કર્યો છે. નસીરુદ્દીને કહ્યું કે હવે આ પુરસ્કારોનો તેમના માટે કોઈ અર્થ નથી.

તાજેતરમાં એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યુ કે, અભિનેતાએ કહ્યું હતું કે, તે ફિલ્મફેર એવોર્ડ્સનો ઉપયોગ તેના ઘરના વોશરૂમના દરવાજાના હેન્ડલ તરીકે કરે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, તેમના માટે આ ટ્રોફીની કોઈ કિંમત નથી. નસીરુદ્દીન શાહને અત્યાર સુધીમાં આક્રોશ, ચક્ર અને માસુમ ફિલ્મ માટે ફિલ્મફેર અવૉર્ડ મળી ચુક્યા છે.

Advertisement

તેમણે વધુમાં કહ્યું કે, મને આવા અવૉર્ડ પર ગર્વ થતો નથી. મને મળેલા છેલ્લા બે અવૉર્ડ લેવા પણ હું ગયો નહોતો. આવા અવૉર્ડની મારા માટે ખાસ વેલ્યુ નથી એટલે મેં જ્યારે ફાર્મ હાઉસ લીધું ત્યારે બધા અવૉર્ડડ્સ ત્યાં રાખવાનું નક્કી કર્યું. અને અહીં જે કોઈ વૉશ રૂમ જશે તેમને બે-બે અવૉર્ડ મળશે કારણ એના હેન્ડલ ફિલ્મફેર પુરસ્કારના બનેલા છે.

Advertisement

નસીરુદ્દીને આગળ કહ્યું, 'મારા પિતા મને મૂર્ખ માનતા હતા. તેઓ વિચારતા હતા કે હું જીવનમાં કંઈ કરી શકીશ નહીં. તેઓ ઇચ્છતા ન હતા કે હું અભિનયમાં કારકિર્દી બનાવું. જ્યારે મને સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મ ભૂષણ મળ્યા ત્યારે મને મારા પિતા યાદ આવ્યા'.

આ પણ વાંચો : ટ્રેન અકસ્માત બાદ સલમાન ખાન સહિતના આ સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ

Tags :
Advertisement

.

×