Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નાશિકમાં કાર ઊંડી ખીણમાં ખાબકી, 6 ના મોત, પડકાર વચ્ચે રેસ્ક્યૂ હાથ ધરાયું

સીએમ ફડણવીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, "નાસિક જિલ્લામાં સપ્તશ્રૃંગી ઘાટ પરથી પડી ગયેલા વાહન અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત ખૂબ જ દુઃખદ છે. હું મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અમે બધા તેમના પરિવારોના દુઃખમાં સહભાગી છીએ. મૃતકોના મૃતદેહને બહાર કાઢવા માટે રાહત કાર્ય ચાલી રહ્યું છે, અને એક સંપૂર્ણ વહીવટી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ શ્રદ્ધાળુઓના પરિવારોને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે."
નાશિકમાં કાર ઊંડી ખીણમાં ખાબકી  6 ના મોત  પડકાર વચ્ચે રેસ્ક્યૂ હાથ ધરાયું
Advertisement
  • નાશિકમાં મોટો અકસ્માત સામે આવ્યો છે
  • કાર ખીણમાં ખાબકતા 6 ના મોત
  • તંત્રએ મુશ્કેલી વચ્ચે રેસ્ક્યૂ હાથ ધર્યું, ટીમ ખડેપગે તૈનાત

Nashik Car Accident : મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. એક ઇનોવા કાર ઊંડી ખીણમાં પડી છે, આ અકસ્માતની ઘટનામાં છ લોકોના મોત થયા છે. સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

નાસિકના વાણીમાં એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ છે, જેમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માત ગણપતિ પોઈન્ટ નજીક થયો છે. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત ફરી રહ્યા હતા. ઘાટ વિસ્તારમાં ગણેશ પોઈન્ટ નજીક કારે કાબુ ગુમાવ્યો, સુરક્ષા બેરિકેડ તોડીને કોતરમાં પડી ગઈ છે. અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક રહેવાસીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ઊંડા કોતરને કારણે બચાવ પ્રયાસોમાં મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો અને વળતરની જાહેરાત કરી

સીએમ ફડણવીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, "નાસિક જિલ્લામાં સપ્તશ્રૃંગી ઘાટ પરથી પડી ગયેલા વાહન અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત ખૂબ જ દુઃખદ છે. હું મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અમે બધા તેમના પરિવારોના દુઃખમાં સહભાગી છીએ. મૃતકોના મૃતદેહને બહાર કાઢવા માટે રાહત કાર્ય ચાલી રહ્યું છે, અને એક સંપૂર્ણ વહીવટી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ શ્રદ્ધાળુઓના પરિવારોને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે."

Advertisement

મૃતકોના નામ

મૃતકોની ઓળખ કીર્તિ પટેલ (50), રસીલા પટેલ (50), વિઠ્ઠલ પટેલ (65), લતા પટેલ (60), પચન પટેલ (60) અને મણિબેન પટેલ (60) તરીકે થઈ છે. બધા પિંપળગાંવ બસવંતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો ------  UP માં કોંગ્રેસે શરૂ કર્યું 'Talent Hunt', જોબ ઇન્ટરવ્યુ જેવી પ્રક્રિયા

Tags :
Advertisement

.

×