ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે,વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર
- ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે
- આગામી 3 અને 4 ઓક્ટોમ્બરના રોજ કોન્ફરન્સનું આયોજન
- ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન, આપતી વ્યવસ્થાપન પર કોન્ફરન્સ
- કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર
- રેવન્યુ નોલેજ શેરિંગ, કેપિસિટી બિલ્ડીંગ, બેસ્ટ પ્રેક્ટિસ વિષય ચર્ચાશે
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં આવતા મહિનાની 3 અને 4 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વની નેશનલ કોન્ફરન્સ યોજાશે. આ બેઠક મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી છે.આ કોન્ફરન્સમાં દેશના બધા રાજ્યોના મહેસૂલ સચિવો અને મોટા અધિકારીઓ ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતુ દેશમાં જમીન અને મહેસૂલ સંબંધિત કામકાજને સુધારવાનો છે.
ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે
ગાંધીનગરમાં મહેસુલ વિભાગની એક મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) ના લક્ષ્યોને હાંસલ કરવા માટે એક સંકલિત અને ટેક્નોલોજી-સક્ષમ રાષ્ટ્રીય રોડમેપ તૈયાર કરવાનો છે. આ બેઠકનો ખાસ હેતુ એ છે કે દેશમાં મહેસૂલ સંબંધિત કામકાજને વધુ અસરકારક અને આધુનિક બનાવવાનો છે. પરિષદમાં મુખ્યત્વે ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન,આપત્તિ વ્યવસ્થાપન,સહિતજમીનના રેકોર્ડ્સના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાશે.
નેશનલ કોન્ફરન્સ માં વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર
ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં બધા રાજ્યોના અધિકારીઓ તેમના અનુભવો અને ત્યાં અપનાવાયેલી સારી પદ્ધતિઓ વિશે માહિતી આપશે. આ રીતે રેવન્યુ નોલેજ શેરિંગ થશે અને મહેસૂલ વિભાગની કામ કરવાની ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવશે. આ બેઠક જનતાને જમીન સંબંધિત સેવાઓ ઝડપથી અને સરળતાથી મળી રહે તે માટેનો નવો રોડમેપ તૈયાર કરવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો: GST Reforms : જી.એસ.ટી. રિફોર્મ્સ ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવશે