Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તર બંગાળમાં કુદરતનો કહેર, દાર્જિર્લિંગમાં ભૂસ્ખલન અને પુલ તૂટવાથી 13 લોકોના મોત

દાર્જીલિંગ જિલ્લામાં થયેલા ભૂસ્ખલન અને પુલ તૂટી પડવાના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે
ઉત્તર બંગાળમાં કુદરતનો કહેર  દાર્જિર્લિંગમાં ભૂસ્ખલન અને પુલ તૂટવાથી 13 લોકોના મોત
Advertisement

  • Darjeeling Landslide: ઉત્તર બંગાળમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જાઇ
  • દાર્જિલિંગમાં ભૂસ્ખલન અને પુલ તૂટવાથી 13 લોકોના મોત
  • આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના છે

ઉત્તર બંગાળમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે તબાહી સર્જાઇ છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દાર્જીલિંગ (Darjeeling) જિલ્લામાં થયેલા ભૂસ્ખલન ( Darjeeling Landslide) અને પુલ તૂટી પડવાના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે અન્ય બે લોકો લાપતા હોવાનું કહેવાય છે.મૃત્યુઆંક વધે તેવી પ્રબળ સંભાવના છે.

દાર્જિલિંગમાં ભૂસ્ખલન અને પુલ તૂટવાથી 13 લોકોના મોત

નોંધનીય છે કે દાર્જીલિંગના મિરિક અને સુખિયા વિસ્તારોમાં ભૂસ્ખલનથી મોટી જાનહાનિ થઈ છે. આ દુર્ઘટના બાદ દાર્જીલિંગ જિલ્લા પોલીસ રાહત અને બચાવ કાર્યમાં સક્રિયપણે લાગેલી છે, પરંતુ કાલીમ્પોંગમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને રસ્તાઓ બંધ થવાથી વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે  પીએમ મોદીએ 'એક્સ' (X) પર પોસ્ટ કરીને દાર્જીલિંગમાં પુલ તૂટવાની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, "દાર્જીલિંગમાં પુલ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી હું અત્યંત દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના. હું ઘાયલોને સ્વસ્થ થવાની કામના કરું છું." તેમણે વધુમાં જણાવ્યું કે દાર્જીલિંગ અને આસપાસના વિસ્તારોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત લોકોને તમામ સંભવિત મદદ પૂરી પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

Advertisement

આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના છે

દુધિયામાં લોખંડના પુલનો એક ભાગ તૂટી પડતાં સિલીગુડી-દાર્જીલિંગ SH-12 રોડ પર વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી છે. સૌથી મોટું ભૂસ્ખલન મિરિક-સુખિયાપોખરી રોડ પાસે થયું હતું, જેના કારણે અનેક ઘરો તણાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિણામે, આસપાસના ઘણા નાના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. દાર્જીલિંગના સબ-રજિસ્ટ્રાર રિચર્ડ લેપ્ચાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, અને અન્ય લોકો ફસાયેલા હોવાની આશંકા છે. સતત વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે, તેમ છતાં સ્થાનિક લોકો અને સ્વયંસેવકોની મદદથી આ અભિયાન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં ઘણા ઘરોને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો:    NCERT : આત્મનિર્ભર ભારતના વિઝન સાથે 'સ્વદેશી' અભ્યાસક્રમ શરૂ કર્યો

Tags :
Advertisement

.

×