Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navaratri: અમદાવાદમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી DJ, ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ

Navaratri: DJ અને લાઉડ સ્પીકરના ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી કોર્ટના તિરસ્કાર અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી DJના પ્રદૂષણને ડામવામાં પોલીસ તંત્ર સદંતળ નિષ્ફળઃ HC Navaratri: અમદાવાદમાં નવરાત્રી પહેલા ફરી પ્રદૂષણનું ભૂત ધૂણ્યું છે. જેમાં DJ અને લાઉડ...
navaratri  અમદાવાદમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી dj  ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ
Advertisement
  • Navaratri: DJ અને લાઉડ સ્પીકરના ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
  • કોર્ટના તિરસ્કાર અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી
  • DJના પ્રદૂષણને ડામવામાં પોલીસ તંત્ર સદંતળ નિષ્ફળઃ HC

Navaratri: અમદાવાદમાં નવરાત્રી પહેલા ફરી પ્રદૂષણનું ભૂત ધૂણ્યું છે. જેમાં DJ અને લાઉડ સ્પીકરના ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઇ છે. ત્યારે કોર્ટના તિરસ્કાર અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે DJના પ્રદૂષણને ડામવામાં પોલીસ તંત્ર સદંતળ નિષ્ફળ છે. ધ્વનિ પ્રદૂષણને લઈને પગલા ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના અનેક નિર્દેશોનું પાલન થતુ નથી.

ધ્વનિ પ્રદૂષણને લઈને રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો

ધ્વનિ પ્રદૂષણને લઈને રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી DJ, ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ છે. રાત્રે 10થી સવારે 6 સુધી ગૃહ વિભાગનો પ્રતિબંધનો પરિપત્ર છે. સાઈલેન્સ ઝોનની આસપાસ પણ DJ, લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે DJ અને લાઉડ સ્પીકર કરતા શેરી ગરબા જ યોગ્ય છે.

Advertisement

Navaratri: ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005માં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો

ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005માં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. તેમ છતાં આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જાહેરનામું, નોઇસ પોલ્યુશન કંટ્રોલ રેગ્યુલેશન સહિતની જોગવાઈઓ હોવા છતાં ધ્વનિ પ્રદૂષણનું ભયાનક બેકાબૂ પબ્લિક ન્યુસન્સ ચાલુ રહેતા હાઇકોર્ટમાં થયેલી કન્ટેમ્ટ પિટિશનની સુનાવણી આજે સોમવારે હાથ ધરાઈ હતી.

Advertisement

ડીજેનું ભયંકર ન્યૂસન્સ તમારું માથું ફાડી નાખે છે, જે અસહનીય

સોમવારે (15 સપ્ટેમ્બર) જસ્ટિસ એ.એસ સુપહીયા અને જસ્ટિસ એલ. એસ. પીરઝદાની ખંડપીઠે ધ્વનિ પ્રદૂષણના ન્યુસન્સ અને તેને મર્યાદિત રાખવામાં સત્તાધીશોની નિષ્ફળતાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના ચુકાદા અને સત્તાધીશો દ્વારા જાહેર માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરાવવા સરકારને નિર્દેશ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, રસ્તાઓ પર 20-20 ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતા અવાજ(ઘોંઘાટ) હોય અને છતાં પોલીસ-દ્વારા પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. ડીજેનું ભયંકર ન્યૂસન્સ તમારું માથું ફાડી નાખે છે, જે અસહનીય હોય છે.

આ પણ વાંચો: Vishwa Umiadham: વિશ્વ ઉમિયાધામમાં ભરાશે દેશનું સૌથી મોટું કોંક્રીટ રાફ્ટ, 72 કલાકમાં કામ પૂર્ણ થશે

Tags :
Advertisement

.

×