ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navratri 2023 : હવે રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે મેટ્રો, 10 વાગ્યા પછી દરેક સ્ટેશનેથી 20 મિનિટે ટ્રેન મળશે

રાજ્યમાં નવરાત્રિનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ત્રીજું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેઈન દ્વારા રાતના...
06:54 PM Oct 17, 2023 IST | Dhruv Parmar
રાજ્યમાં નવરાત્રિનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ત્રીજું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેઈન દ્વારા રાતના...

રાજ્યમાં નવરાત્રિનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ત્રીજું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેઈન દ્વારા રાતના 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા કાર્યરત રહેશે. આજથી 23મી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે. જો કે 10 વાગ્યા બાદ 20 મિનિટના અંતરે બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન દોડશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વિશ્વકપની મેચ દરમિયાન રાતના 1 વાગ્યાસુધી મેટ્રો ટ્રેન દોડાવાય છે.

મહત્વનું છે કે, રાજ્યમાં નવરાત્રિનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ત્રીજું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજથી પોલીસ ગરબા બંધ નહીં કરાવે. એટલે કે મોડે સુધી ખેલૈયા ગરબે ઘુમી શકશે.

પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે

આમ તો રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની સૂચના છે અને મોટા શહેરોમાં તો રાત્રે 12 વાગે જ પોલીસ નવરાત્રિ મહોત્સવના સ્થળે પહોંચીને માઇક બંધ કરાવી ગરબા બંધ કરાવે છે. જો કે હવે ખેલૈયાઓ માટે આજે સારા સમાચાર આવ્યા છે અને તે એ છે કે પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે અને તેથી મોડી રાત સુધી ખેલૈયા ગરબે ઘુમી શકશે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોલીસ તંત્રને સૂચના આપી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોલીસ તંત્રને સૂચના આપી છે. રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને આ સૂચના અપાઇ છે. વધુ સમય સુધી ખેલૈયા ગરબા રમી શકે તે માટે આ સૂચના અપાઇ છે. ઉપરાંત તહેવારોમાં નાના વેપારીઓને પણ હેરાન ના કરવા માટે સૂચના અપાઇ છે. અડચણરુપ ના હોય તેવા લારી ગલ્લાવાળા ધંધો કરી શકે તે માટે આ સૂચના અપાઇ છે.

2100 પોલીસના જવાનો ખડેપગે

નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના (police action plan)1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. નવરાત્રિ પર્વ દરમિયાન ઓવર સ્પીડિંગ કરતા નબીરાઓ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા યુવાનો પર અમદાવાદ પોલીસ અને એન્ટી રોમિયો સ્કોડ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન, 2100 જવાનો ખડેપગે રહેશે…

Tags :
AhmedabadAhmedabad PoliceDandiyaGarbaGarba loversMetroNavratriNavratri 2023Navratri FestivalNeeta DesaipoliceTraffic Police
Next Article