Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navratri 2025 : આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ

Navratri 2025 : શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રી
navratri 2025   આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ
Advertisement
  • Navratri 2025 : શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રી
  • આ વર્ષે 22ની સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે
  • નવરાત્રીમાં આ વર્ષે નવને બદલે દસ નોરતા છે

Navratri 2025 : શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે 22ની સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, જો કે આ વર્ષે નવને બદલે દસ નોરતા છે. ત્રીજા નોરતે વૃદ્ધિ તિથી હોવાથી 24 અને 25 બંને તારીખે ત્રીજું નોરતું છે. નવરાત્રીના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે. નોરતાને નવ દિવસ સુધીના દિવ્ય અનુષ્ઠાન માનવામાં આવે છે અને આ અનુષ્ઠાન માટે ઘટ એટલે કે કળશની સ્થાપના કરવામાં આવે છે. જેને શાંતિ કળશ પણ કહેવામાં આવે છે. ઘટ સ્થાપના બાદ જ દુર્ગા પૂજા અનુષ્ઠાનનો પ્રારંભ થઈ શકે છે. આમ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું વિષે મહત્વ હોવાથી શુભ મુર્હુત જોઈને જ ઘટ સ્થાપના કરવામાં આવે છે.

અમદાવાદીઓ ભદ્રકાળી માતાજીની ભક્તિનો અવસર ક્યારેય ચૂક્યા નથી

Navratri Bhadrakali: આધુનિક સમયમાં માના ભક્તો ગરબા થકી પોતાની ભક્તિ અને હેતને રજૂ કરે છે. છેલ્લી છ સદીથી નગરદેવી ભદ્રકાળી માતા અમદાવાદીઓનું રક્ષણ કરી સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જેના થકી આજે અમદાવાદે ગ્લોબલ ઓળખ ઉભી કરી છે. અમદાવાદીઓ પણ ભદ્રકાળી માતાજીની ભક્તિનો અવસર ક્યારેય ચૂક્યા નથી, જે આસો નવરાત્રી પર્વ દરમિયાન પૂજા, દર્શન, હવન, અને ગરબા થકી ઋણ અદા કરે છે.

Advertisement

Navratri 2025 : શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું

Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે. જેમાં શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. જગતજનની મહાકાળી માતાના ધામમાં ભક્તો ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરને ફૂલથી સજાવવામાં આવ્યુ છે. રાતથી જ દર્શનાર્થીઓ માતાના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેમજ નિજ મંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર જય ઘોષના નાદથી ગુંજ્યુ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીને અલગ અલગ સાડી પરિધાન કરાવવા સાથે શણગાર કરાશે. સાથે દર્શનાર્થે આવનારા યાત્રાળુઓની સંભવીત સંખ્યાને લઇ સુખડીના પ્રસાદ માટે 25 ટન સામગ્રી એકઠી કરી લેવાઇ છે. પાવાગઢ યાત્રાધામ અને શક્તિપીઠ ખાતે યોજાનાર આસો નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા પ્રસાશને પુરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નવરાત્રી દરમિયાન રોજ લાખોની સખ્યામાં યાત્રાળુઓ આવવાની વકીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે ગોઠવાયો છે.

Advertisement

Navratri 2025 : માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

Navratri Ambaji: પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમને સોમવાર તારીખ 22 સપ્ટેમ્બર 2025નારોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં આરતી સવારે 07:30થી 08:00, દર્શન સવારે 08:00 થી 11:30 રાજભોગ 12 કલાકે, દર્શન બપોર 12:30થી 16:15, આરતી સાંજે 18:30થી 19:00, દર્શન સાંજે 19:00 થી 21:00 વાગ્યા સુધીનો સમય રહેશે. તેમજ નવરાત્રિમાં ઘટ સ્થાપન આસો સુદ-1 સોમવારને તા.22-09-2025 સમય સવારે 09:00થી 10:30 કલાકે, દુર્ગાષ્ટમી આસો સુદ-8 મંગળવારને તા. 30-09-2025, આરતી સવારે 6-00 કલાકે થશે.

આઠમની સવારે શુભ મૂર્હૂતનાં હવન અષ્ટમી પણ યોજાશે

Navratri Chotila: યાત્રાધામ ચોટીલા ચામુંડા ધામ ચોટીલા ખાતે ડુંગર ખાતે આવેલ ચામુંડા માતાજીના નીજ મંદિર ખાતે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવ દિવસનો નવરાત્રી ઉત્સવ ઉજવાશે. પ્રથમ નોરતાની સવારે શુભ મૂહતનાં કળશ ઝવેરા ઘટ સ્થાપન કરાશે. તેમજ આઠમની સવારે શુભ મૂર્હૂતનાં હવન અષ્ટમી પણ યોજાશે. તેમજ ચાચર ચોકમાં ગરબાના તાલે ભાવિકો ગૂમી ઉઠશે. નોરતા અને 30 સપ્ટેમ્બરને મંગળવારના આઠમા નોરતાની સવારની આરતીનો સમય 4:00 વાગ્યાના રહેશે. નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય 5:00 વાગ્યાનો રહેશે. વહેલી પરોઢનાં માતાજીનાં ડુંગર પગથીયાનાં દ્વાર આરતીના સમયથી 30 મિનિટ પહેલા માઈભક્તો માટે ખુલશે. તેમજ દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે યોજાશે.

આ પણ વાંચો: Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ, શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર

Tags :
Advertisement

.

×