Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari : ચીખલી પાસે કાવેરી નદીમાં ઘોડાપૂર, મંદિર પાણીમાં થયુ ગરકાવ

નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કાવેરી નદી કાંઠે આવેલ તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. કાવેરી નદી કાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદીની જળસપાટી સામાન્ય કરતા બે ફૂટ વધુ છે. કાવેરી નદીની ભયજનક...
navsari    ચીખલી પાસે કાવેરી નદીમાં ઘોડાપૂર  મંદિર પાણીમાં થયુ ગરકાવ
Advertisement

નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કાવેરી નદી કાંઠે આવેલ તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. કાવેરી નદી કાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદીની જળસપાટી સામાન્ય કરતા બે ફૂટ વધુ છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. ચીખલી-ગોલવાડને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.


દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાં આવેલી 3 મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે. ચીખલી શહેરમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તર વધ્યા છે. ચીખલીમાં કાવેરી નદીના કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને નદી પર બાંધવામાં આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે.

Advertisement

Advertisement

નવસારીમાં રેડ એલર્ટ બીજી તરફ દરિયામાં ભરતીનો સમય થતાં પ્રશાસન દ્વારા 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદી પર આવેલ અનેક ચેકડેમ પાણીમાં ગરકાવ થયા હતા. લોકોને નદી કાંઠે ન જવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે.

વરસાદના કારણે  8 લોકોના મોત 

જ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આપણ  વાંચો -તાપીમાં ડોસવાડા ડેમ થયો ઓવર ફ્લો, 10 ગામને કરાયા એલર્ટ

Tags :
Advertisement

.

×