Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NCB : અમદાવાદની 3 કંપનીમાં સર્ચ, 5 કરોડની નશીલી દવા પકડાઇ

દિલ્હી NCBનું અમદાવાદમાં મોટું ઓપરેશન NCBની ટીમે અમદાવાદની 3 કંપનીમાં હાથ ધર્યું સર્ચ નશીલી દવાઓ અંગે માહિતી મળતા સર્ચ ઓપરેશન ગુરુવાર મોડી સાંજથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન પાલડી નજીક સ્પાન ટ્રેડ સેન્ટર ખાતે ચાલી રહ્યું છે સર્ચ NCBએ...
ncb   અમદાવાદની 3 કંપનીમાં સર્ચ  5 કરોડની નશીલી દવા પકડાઇ
Advertisement
  • દિલ્હી NCBનું અમદાવાદમાં મોટું ઓપરેશન
  • NCBની ટીમે અમદાવાદની 3 કંપનીમાં હાથ ધર્યું સર્ચ
  • નશીલી દવાઓ અંગે માહિતી મળતા સર્ચ ઓપરેશન
  • ગુરુવાર મોડી સાંજથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
  • પાલડી નજીક સ્પાન ટ્રેડ સેન્ટર ખાતે ચાલી રહ્યું છે સર્ચ
  • NCBએ કુલ 5 કરોડની નશીલી દવાનો જથ્થો સીઝ કર્યો
  • પાલડીમાં પર્કોટીક હેલ્થ કેર નામની કંપની પાડયા દરોડા
  • નશીલી દવા બનાવતી કંપની અને હોલસેલરો પર દરોડા
  • NCBની ટીમે દવાઓની 3 કંપની પર દરોડા પાડ્યા
  • 194 જેટલા નશીલી દવાઓના બોક્સ જપ્ત કર્યા
  • પાર્કોટીક હેલ્થ કેર, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ પર તપાસ
  • નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ પર NCBની ટીમના દરોડા

ડ્રગ્સ (drugs)ના દૂષણ સામે પોલીસ અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓએ લાલ આંખ કરી છે. દિલ્હી NCBની ટીમે અમદાવાદમાં મોટું ઓપરેશન શરુ કર્યું છે જેમાં અમદાવાદની 3 કંપનીમાં સર્ચ ઓપરેશન શરુ કરાયું છે. સર્ચ દરમિયાન નશીલી દવાના 194 બોક્સ જપ્ત કરાયા છે. NCB દ્વારા કુલ 5 કરોડની નશીલી દવાનો જથ્થો સીઝ કરાયો છે.

5 કરોડની નશીલી દવાઓનો જથ્થો સીઝ

Advertisement

દિલ્હી NCBની ટીમે અમદાવાદની 2 કંપનીમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. ગુરુવારે મોડી રાતથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદના પાલડી નજીક સ્પાન ટ્રેડ સેન્ટર ખાતે સર્ચ ઓપરેશન કરાઇ રહ્યું છે. એનસીબીને નશીલી દવાઓ અંગે માહિતી મળતા સર્ચ ઓપરેશન શરુ કરાયું છે. અને અત્યાર સુધી 5 કરોડની નશીલી દવાઓનો જથ્થો સીઝ કરાયો છે.

Advertisement

194 જેટલા નશીલી દવાઓના બોક્સ જપ્ત

મળતી માહિતી મુજબ પાલડીમાં પર્કોટીક હેલ્થ કેર નામની કંપનીમાં એનસીબીએ દરોડા પાડયા છે. સુત્રોએ કહ્યું કે નશીલી દવા બનાવતી કંપની અને હોલસેલરો પર આ દરોડા પડાયા છે. દવાઓની 3 કંપની પર દરોડા પાડ્યા છે જેમાં 194 જેટલા નશીલી દવાઓના બોક્સ જપ્ત કરાયા છે. પાર્કોટીક હેલ્થ કેર, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ અને નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ પર NCBની ટીમના દરોડા છે.

આ પણ વાંચો----SURAT : પોલીસે સંભારણા દિવસને યથાર્ત સંભારણું બનાવી માનવતા ઉજાગર કરી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×