દિલ્હીમાં Drugs Consignment કર્યું જપ્ત, કિંમત જાણીને સ્તબ્ધ થઈ જશો
- Consignment અમદાવાદથી Delhi લાવવામાં આવ્યું
- નવી Delhi માં 82.53 કિલો હાઈ ગ્રેડ કોકેઈન જપ્ત કર્યું
- Consignment સાથે બે આરોપીઓને પણ પકડી પાડ્યા
Delhi Drugs Consignment : રાજધાની Delhi માં ફરી એકવાર કરોડો રૂપિયાના Drugs નું Consignment ને જપ્ત કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા પણ Delhi ના અનેક સ્થળો ઉપરથી આ રીતે Drugs ના કારોબારને અટકાવ્યું છે. ત્યારે તાજેતરમાં Delhi માંથી પોલીસે કરોડો રૂપિયાનું Drugs પકડીને સૌને ચોંકાવી દીધા છે. તે ઉપરાંત આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પણ આ અંગે એક ટ્વિટ શેર કરવામાં આવ્યું છે.
Consignment સાથે બે આરોપીઓને પણ પકડી પાડ્યા
એક અહેવાલ અનુસાર, Delhi માંથી મળી આવેલા આંતરરાષ્ટ્રીય બજારમાં Drugsના આ Consignment ની કિંમત લગભગ 900 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. Delhi માં આ NCB ના સફળ ઓપરેશનમાં 82.53 કિલોથી વધુ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. જોકે આ કોકેઈનની ગુણવત્તા ખુબ જ ઉત્તમ માનવામાં આવી રહી છે. ત્યારે આ ઘટનામાં NCB એ Drugs ના આ મોટા Consignment સાથે બે આરોપીઓને પણ પકડી પાડ્યા છે. તેના અંતર્ગત લોકેશ ચોપરા અને અવધેશ યાદવને પકડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મુસ્લિમોને પાર્ટીઓ વપરાશ કરીને ત્યજી દે છે! ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
The back-to-back major breakthroughs against illegal drugs in a single day demonstrate the Modi government's unwavering resolve to build a drug-free Bharat. The NCB today confiscated 82.53 kg of high-grade cocaine in New Delhi. The massive drug consignment worth approximately Rs…
— Amit Shah (@AmitShah) November 15, 2024
Consignment અમદાવાદથી Delhi લાવવામાં આવ્યું
મળતી માહિતી મુજબ કોકેઈનનું Consignment Delhi થી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યું હતું. કોકેઈનનું આ વિશાળ Consignment અમદાવાદ અને સોનીપતથી Delhi લાવવામાં આવ્યું હતું. જોકે કોકેઈનની અત્યાર સુધીની આ સૌથી મોટી જપ્તી છે. કહેવાય છે કે આ Drugs રેકેટનો માસ્ટર માઈન્ડ દુબઈમાં બેઠો છે અને તે Delhi નો બિઝનેસમેન છે.
નવી Delhi માં 82.53 કિલો હાઈ ગ્રેડ કોકેઈન જપ્ત કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ NCB ની આ કાર્યવાહી અંગે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું- એક જ દિવસમાં ગેરકાયદેસર Drugs સામે સતત બે મોટી સફળતા ભારતને ડ્રગ ફ્રી બનાવવા માટે મોદી સરકારના અટલ સંકલ્પને દર્શાવે છે. NCB એ આજે નવી Delhi માં 82.53 કિલો હાઈ ગ્રેડ કોકેઈન જપ્ત કર્યું છે. ડ્રગ રેકેટ સામે અમારું અભિયાન ચાલુ રહેશે. આ મોટી સફળતા માટે NCB ને અભિનંદન.
આ પણ વાંચો: Maharashtra Assembly Election : ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની થઇ તપાસ!


