Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહાર ચૂંટણી માટે NDA એ બેઠક વહેંચણીની કરી જાહેરાત, BJP-JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી જાહેર થઈ છે, ગઠબંધનમાં હવે 'મોટા ભાઈ-નાના ભાઈ'ની ભૂમિકા સમાપ્ત થઈ છે, કેમ કે BJP અને JDU બંને 101-101 બેઠકો પર લડશે. ચિરાગ પાસવાનની LJP(R) ને 29, જ્યારે RLM અને HAM ને 6-6 બેઠકો મળી છે. ચિરાગ પાસવાને આ સૌહાર્દપૂર્ણ સમજૂતી પર સંતોષ વ્યક્ત કર્યો છે.
બિહાર ચૂંટણી માટે nda એ બેઠક વહેંચણીની કરી જાહેરાત  bjp jdu 101 101 બેઠકો પર ચૂંટણી લડશે
Advertisement
  • Bihar Election માટે NDAએ કરી બેઠક વહેંચણીની કરી જાહેરાત
  • બિહારમાં પહેલીવાર BJP-JDU સમાન બેઠક પર ચૂંટણી લડશે
  • ચિરાગ પાસવાને બેઠક વહેંચણી મામલે સંતોષ વ્યકત કર્યો

બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ બેઠકોની વહેંચણી (Seat Sharing) ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નવી દિલ્હીમાં લાંબી બેઠકોના દોર બાદ ગઠબંધનના તમામ પક્ષો કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.કુલ 243 બેઠકો ધરાવતી વિધાનસભા માટે NDAના પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ, બે મુખ્ય પક્ષો ભાજપ (BJP) અને જનતા દળ યુનાઇટેડ (JDU) 101-101 બેઠકો પર ચૂંટણી લડશે.

Advertisement

Bihar Election:  NDAએ કરી બેઠક વહેંચણીની કરી જાહેરાત

આ અંગેના સંકેત પહેલાં જ બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે આપી દીધા હતા. પટનામાં એક બેઠક બાદ તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષ "મોટા ભાઈ કે નાના ભાઈ" ની ભૂમિકા ભજવશે નહીં. આ વહેંચણી અનુસાર, ગઠબંધનના અન્ય સહયોગી પક્ષોમાં ચિરાગ પાસવાનની LJP (R) ને 29 બેઠકો, ઉપેન્દ્ર કુશવાહાની RLM (રાષ્ટ્રીય લોક મોરચા) ને 6  બેઠકો અને જીતન રામ માંઝીની HAM (હિન્દુસ્તાની આવામ મોરચા) ને 6  બેઠકો ફાળવવામાં આવી છે.

Advertisement

Bihar Election:  ચિરાગ પાસવાને બેઠક વહેંચણી મામલે સંતોષ વ્યકત કર્યો

NDA સીટ-શેરિંગ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ અપાયા બાદ, ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે NDA પરિવારે ૨૦૨૫ ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠક વહેંચણીની ગોઠવણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરી છે. આ જાહેરાત સાથે જ બિહારમાં NDA દ્વારા ચૂંટણી અભિયાનને વધુ જોરશોરથી શરૂ કરવામાં આવશે.

NDAની બેઠકોની વહેંચણીની જાહેરાત બાદ ગઠબંધનના સહયોગી પક્ષ હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના પ્રમુખ જીતન રામ માંઝીએ પરિણામો પર સંતોષ વ્યક્ત કર્યો છે.HAMને ફાળવવામાં આવેલી 6 બેઠકો અંગે જ્યારે માંઝીને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ નિર્ણયથી ખુશ છે, ત્યારે તેમણે કહ્યું, "અમે લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ બેઠક જીતી હતી, અને ત્યારે પણ અમે નાખુશ નહોતા. હવે જ્યારે અમને 6 બેઠકો મળી છે, તો આ અમારા હાઇકમાન્ડનો નિર્ણય છે અને અમે તેને સ્વીકારીએ છીએ.

આ પણ વાંચો:  ભાજપે રાજ્યસભા માટે 3 ઉમેદવારોના નામ કર્યા જાહેર, એક મુસ્લિમનું નામ પણ સામેલ

Tags :
Advertisement

.

×