Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MBBSમાં પ્રવેશ પહેલાં જ NEET ટોપરે મોતને વ્હાલું કર્યું,કારણ જાણીને ચોંકી જશો!

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં NEET પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનાર એક 19 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે
mbbsમાં પ્રવેશ પહેલાં જ neet ટોપરે મોતને વ્હાલું કર્યું કારણ જાણીને ચોંકી જશો
Advertisement
  • NEET પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનાર વિધાર્થીએ કરી આત્મહત્યા
  • મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે
  • આ વિધાર્થીએ NEET UG 2025 ની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઇલ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં NEET પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનાર એક 19 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.આ વિધાર્થીએ આત્મહત્યાનું પ્રાથમિક કારણ એ સામે આવ્યું છે કે તે ડોકટર બનવાની ઇચ્છા ન હતી.

મળતી માહિતી અનુસાર, આ વિદ્યાર્થીનું નામ અનુરાગ અનિલ બોરકાર છે. તેણે તાજેતરમાં જ NEET UG 2025 ની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઇલ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને OBC કેટેગરીમાં તેને ઓલ ઇન્ડિયા રેન્ક 1475 મળ્યો હતો. તેના આ પર્ફોર્મન્સને કારણે તેને ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેની એક મેડિકલ કોલેજમાં પ્રવેશ મળવાનો હતો.પરંતુ, પ્રવેશ લેવા માટે ઘરેથી રવાના થવાના થોડા સમય પહેલા જ તેણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુસાઇડ નોટમાં અનુરાગે લખ્યું છે કે તે ડૉક્ટર બનવા માંગતો ન હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું.

Advertisement

પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર યુવાનો પરના શૈક્ષણિક દબાણ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના સપનાને દબાવીને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા મજબૂર બનતા હોય છે.

Advertisement

આ પણ વાંચો :   UN માં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ Prabowo Subianto એ કહ્યું 'ઓમ શાંતિ ઓમ'

Tags :
Advertisement

.

×