Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEET UG : મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં લેવાશે Exam, અમદાવાદમાં 20થી વધારે પરીક્ષા કેન્દ્રો

NEET UG પરીક્ષા બપોરે 2થી 5 વાગ્યા સુધી યોજાશે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. એજન્સીએ પરીક્ષા માટે કડક માર્ગદર્શિકા અને સૂચનાઓ જારી કરી
neet ug   મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં લેવાશે  exam  અમદાવાદમાં 20થી વધારે પરીક્ષા કેન્દ્રો
Advertisement
  • NEET UG પરીક્ષા બપોરે 2થી 5 વાગ્યા સુધી યોજાશે
  • આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે
  • એજન્સીએ પરીક્ષા માટે કડક માર્ગદર્શિકા અને સૂચનાઓ જારી કરી

NEET UG : મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં NEET UGની પરીક્ષા લેવાશે. જેમાં NEET UG પરીક્ષા બપોરે 2થી 5 વાગ્યા સુધી યોજાશે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. એજન્સીએ પરીક્ષા માટે કડક માર્ગદર્શિકા અને સૂચનાઓ જારી કરી છે. તેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સવારે 11 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. દેશભરમાંથી 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

અમદાવાદમાં 20થી વધારે પરીક્ષા કેન્દ્રો પર NEET UGની પરીક્ષા યોજાશે

રાજ્યમાંથી અંદાજે 70,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તથા અમદાવાદમાં 20થી વધારે પરીક્ષા કેન્દ્રો પર NEET UGની પરીક્ષા યોજાશે. રવિવારે દેશભરમાં ધોરણ 12 પછી મેડિકલમાં એટલે કે MBBS માં પ્રવેશ માટે પ્રવેશ માટેની એન્ટ્રેન્સ એક્ઝામ લેવાશે. NEET એટલે કે નેશનલ એલીજીબીલીટી એન્ટ્રરન્સ ટેસ્ટ લેવાશેમાં આવશે. દેશભરમાંથી ૨૪ લાખ જેટલા ધોરણ 12 માં B ગ્રુપ એટલે કે બાયોલોજી અથવા તો મેડિકલ ગ્રુપ પસંદ કરનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રાજ્યમાંથી અંદાજે 70000 થી વધારે વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ 20 થી વધારે જેટલા પરીક્ષા કેન્દ્રો પર 11,000 જેટલા વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા આપશે.

Advertisement

બપોર બે કલાકથી પરીક્ષાની શરૂઆત થવાની છે જે સાંજે પાંચ કલાક સુધી ચાલશે

અગાઉના વર્ષોમાં NEET પરીક્ષા દરમિયાન ગેરરીતીના કિસ્સા સામે આવ્યા છે જેથી ચાલુ વર્ષે પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં માત્ર સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં જ પરીક્ષા કેન્દ્રો નક્કી કર્યા છે. જેથી ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલય, સરકારી શાળાઓ તથા ગ્રાન્ટેડ શાળાઓમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. બપોર બે કલાકથી પરીક્ષાની શરૂઆત થવાની છે જે સાંજે પાંચ કલાક સુધી ચાલશે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સવારે 11 વાગ્યે રિપોર્ટિંગ માટે પહોંચવાનું રહેશે. જે બાદ તેમને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Rain : રાજ્યના વાતાવરણમાં પલટો, અમદાવાદ સહિત જાણો ક્યા ખાબક્યો ગાજવીજ સાથે વરસાદ

Tags :
Advertisement

.

×