Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંસાને કારણે અહીં થઈ ગઈ NEET-UGની પરીક્ષા સ્થગિત

મણિપુરમાં આરક્ષણ વિવાદને લઈને રાજ્યભરમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના લીધે 7 મેનાં રોજ થનારી મેડિકલ પ્રવેશની પરીક્ષા NEET PG 2023ને સ્થગિત કરી દેવામાં આવી છે. જે પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર મણિપુરમાં છે તેમની પરીક્ષા 7 મેનાં રોજ નહીં...
હિંસાને કારણે અહીં થઈ ગઈ neet ugની પરીક્ષા સ્થગિત
Advertisement

મણિપુરમાં આરક્ષણ વિવાદને લઈને રાજ્યભરમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના લીધે 7 મેનાં રોજ થનારી મેડિકલ પ્રવેશની પરીક્ષા NEET PG 2023ને સ્થગિત કરી દેવામાં આવી છે. જે પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર મણિપુરમાં છે તેમની પરીક્ષા 7 મેનાં રોજ નહીં થાય. નેશનલ ટેસ્ટિંગ એજન્લી NTA ટૂંક જ સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે. શિક્ષણ રાજ્યમંત્રી ડો.રાજકુમાર રંજનસિંહે NTAને પત્ર લખીને મણિપુરની સ્થિતિને ધ્યાનમાં રાખતાં પરીક્ષાને રીશિડ્યૂલ કરવાનું સૂચન આપ્યું હતું.

Advertisement

શિક્ષણ રાજ્યમંત્રીએ આપી માહિતી
મંત્રી રાજકુમાર રંજનસિંહે નીટનાં સ્થગિત થવા પર કહ્યું કે' મણિપુરની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં મેં નીટની પરીક્ષાને પોસ્ટપોન કરવાનું સૂચન આપ્યું હતું. રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી ન શકે. નવી પરીક્ષાની તારીખ ટૂંક જ સમયમાં જાહેર થશે. મણિપુરનાં 2 પરીક્ષા કેન્દ્રો પર 5751 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં હતાં. NTAએ મણિપુરનાં પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા સ્થગિત રાખવાની નોટિફિકેશન મોકલી દીધેલ છે.'

Advertisement

મણિપુરમાં હિંસાનો માહોલ
મણિપુરમાં મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિની કેટેગરી સામેલ કરવાની માંગને લઈને રાજ્યમાં હોબાળો થયો છે. જણાવી દઈએ કે આદિવાસી જૂથો દ્વારા મેઇતેઇ સમુદાયને એસટીમાં સમાવવાની માંગ સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને એ કારણે 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

શા માટે હિંસા ભડકી?
રાજ્યની આબાદીમાં 53% બિનઆદીવાસી મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિનાં દરજ્જાની માંગની સામે ચુરાચાંદપુર જિલ્લાનાં તોરબંગ વિસ્તારમાં ઓલ ટ્રાઈબલ સ્ટૂડેન્ટ યૂનિયન મણિપુર દ્વારા બોલાવવામાં આવેલ 'આદિવાસી એકજૂટતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ભડકી ગઈ હતી.

આ પણ  વાંચો-હિંસા બાદ પ્રવર્તી રહી છે શાંતિ, 10 હજાર જવાન તૈનાત

Tags :
Advertisement

.

×